Suyagada 428
Sūyagaḍa: ṭīkānusārī vivecana 428
- Language
- Gujarati
428
વિવેચન :–૩૭૬, ૩૭૭
પૃથ્વી જેમ સર્વના આધારરૂપે વર્તે છે તેમ ભગવંત મહાવીર બધા જીવોને અભયદાન દેવાથી અને સદુપદેશના દાનથી જીવોના આધાર રૂપ છે. અથવા જેમ પૃથ્વી બધાં સ્પર્શોને સહે છે તેમ ભગવંત પરીષહ-ઉપસર્ગોને સમ્યક્ સહે છે. તથા આઠે પ્રકારના કર્મોને દૂર કરે છે.
બાહ્ય-અભ્યંતર વસ્તુમાં ગૃદ્ધિ અભિલાષા રહિત હોવાથી વિગયગેહી છે,
પાસે રાખવું તે સંનિધિ. તેમાં દ્રવ્ય સંનિધિ - ધન, ધાન્ય, સુવર્ણ, દ્વીપદ, ચતુષ્પદ રૂપ છે. ભાવ સંનિધિ-માયા, ક્રોધાદિ કષાયો છે. તે બંને સંનિધિ ભગવંતે કરેલ નથી.
તથા સર્વત્ર, સદા ઉપયોગવાળા હોવાથી, છદ્મસ્થ માફક મનથી વિચારીને પદાર્થ પરિચ્છેદ કરતા નથી. એવા ભગવંત સમુદ્ર તરવા માફક ચતુર્ગતિક સંસારસાગર, જે બહુ વ્યસનોથી ભરેલ છે, તેને તરીને સર્વોત્તમ નિર્વાણને પામ્યા છે.
વળી તે ભગવંત પ્રાણીઓના પ્રાણની રક્ષારૂપ, પોતે કે બીજાને સદુપદેશ દાન આપે છે માટે અભયંકર છે.
આઠે પ્રકારના કર્મો વિશેષથી દૂર કરે છે માટે વીર છે.
તથા અનંત જ્ઞેય પદાર્થો અને અનંતજ્ઞાનની નિત્યતાથી અનંતચક્ષુ સમાન કેવળજ્ઞાનના ધારક છે - વળી
‘‘નિદાનના ઉચ્છેદથી નિદાનીનો ઉચ્છેદ થાય છે’’ એ ન્યાયે સંસારમાં સ્થિતિના કારણરૂપ ક્રોધાદિ કષાયો છે. તેથી અધ્યાત્મ દોષોરૂપ ચારે કષાયોને સર્વથા તજીને આ ભગવંત અરહંત-તીર્થંકર થયા. તથા મહર્ષિ બન્યા. કેમ કે જેના અધ્યાત્મ દોષો દૂર થાય તે જ મહર્ષિ છે, અન્યથા નહીં
તથા સ્વયં તે પાપ-સાવદ્ય અનુષ્ઠાન કરતા નથી કે બીજા પાસે કરાવતા નથી.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati