Pramāṇa · Search · About · API

Suyagada 429

Sūyagaḍa: ṭīkānusārī vivecana 429

Language
Gujarati

429

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૭૮ થી ૩૮૦ :– [૧/૬/–/૩૭૮ થી ૩૮૦]
ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદીના પક્ષની પ્રતીતિ કરી એ સર્વ વાદોની જાણીને ભગવંત આજીવન સંયમમાં સ્થિર રહ્યા.
તે ભગવંતે દુઃખના ક્ષયને માટે સ્ત્રીસંગ તથા રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો હતો. તપમાં પ્રવૃત્ત હતા. આલોક-પરલોક જાણીને સર્વે પાપોને સર્વથા તજેલા.
સમાહિત અર્થ અને પદથી વિશુદ્ધ અરહંત ભાષિત ધર્મ સાંભળી, શ્રદ્ધા કરી આદરતા મોક્ષ મળે છે અથવા ઈન્દ્ર સમાન દેવાધિપતિ બને - તેમ હું કહું છું.

Linked texts (2)