Suyagada 435
Sūyagaḍa: ṭīkānusārī vivecana 435
- Language
- Gujarati
435
[નિર્યુક્તિ–૮૯]
આ ‘શીલ’ શબ્દ તેના સ્વભાવ અર્થમાં છે. જેમકે – કોઈ ફળનિરપેક્ષ ક્રિયામાં આભરણાદિમાં પ્રવર્તે છે. તે ઉપર દ્રવ્યશીલપણે બતાવ્યું. ઉપશમ પ્રધાન ચારિત્રમાં છે, તે જ કહે છે - તે ઉપશમ ગુણથી પ્રધાન આ તપસ્વી શીલવાન છે. તેથી વિપરીત તે દુઃશીલ છે. આ બંને ભાવશીલ પણે લીધા છે.
અહીં સાધુઓને ધ્યાન-અધ્યયનાદિ છોડીને અને ધર્મના આધારરૂપ શરીરના પાલન માટે ગૌચરીને છોડીને બીજી કોઈ પ્રવૃત્તિ નથી; તેને આશ્રીને જ અહીં સુશીલત્વ કે દુઃશીલત્વ ચીંતવીએ છીએ તેમાં કુતીર્થિક, પાર્શ્વસ્થાદિ સચિત્તનું સેવન કરતા હોવાથી અપ્રાસૂક પ્રતિસેવી છે. સંભવ છે કે આ કુશીલો પોતે ધૃષ્ટતાથી પોતાને શીલવાળા માની શીલવાન કહે.
શા માટે? કેમકે - X - જે કોઈ પ્રાસૂક તથા ઉદ્ગમાદિ દોષરહિત આહાર વાપરે તેને વિદ્વાનો શીલવંત કહે છે. તેથી જ સાધુઓ પ્રાસૂક, ઉદ્ગમ આદિ દોષયુક્ત આહાર ન કરીને શીલવંત ગણાય છે, તે સિવાયના નહીં. - X - અપ્રાસૂક ખાવું તે કુશીલપણું છે, તે દૃષ્ટાંત દ્વારા બતાવે છે.