Suyagada 436
Sūyagaḍa: ṭīkānusārī vivecana 436
- Language
- Gujarati
436
[નિર્યુક્તિ–૯૦]
જેમ ગૌતમ, તે શીખવી રાખેલા, નાના બળદને લઈને ધાન્યાદિ અર્થે ઘેર-ઘેર ભટકે છે, તે ગૌવ્રતિક કહેવાય છે. તથા ચંડિદેવગ તે ચક્રધરપ્રાયઃ છે, વારિભદ્રક તે પાણી ભક્ષક છે. અથવા શેવાળ ખાનારા, નિત્ય સ્નાન-પગ ધોવા વગેરેમાં રત હોય, તથા જે બીજા અગ્નિહોત્રથી જ સ્વર્ગગમન માને છે, જે ભાગવતાદિ મતવાળા જળશૌચ ઈચ્છે છે, તે બધાં અપ્રાસુક આહારભોજી હોવાથી કુશીલ છે. તથા જે સ્વમતના પાર્શ્વસ્થાદિ છે, ઉદ્ગમાદિ અશુદ્ધ આહાર ખાય છે, તે પણ કુશીલ છે.
આ રીતે નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપે અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું જોઈએ - તે આ પ્રમાણે–