Pramāṇa · Search · About · API

Suyagada 443

Sūyagaḍa: ṭīkānusārī vivecana 443

Language
Gujarati

443

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૮૭ થી ૩૯૦ :– [૧/૭/–/૩૮૭ થી ૩૯૦]
પૃથ્વી જીવ છે, પાણી પણ જીવ છે. અગ્નિ સળગાવતા આ પૃથ્વી, પાણી, સંપાતિમ, સંસ્વેદજ અને કાષ્ઠ આશ્રિત જીવો બળે છે.
હરિતકાય આકાર ધારણ કરે છે, પૃથક્‌ હોય છે, આહારથી દેહ વધે છે [માટે તે જીવ છે] જે સ્વસુખ માટે તેને છેદે છે, તે ધૃષ્ટ ઘણાં જીવો હણે છે.
જે બીજનો, બીજ દ્વારા ઉત્પન્ન કે વૃદ્ધિગત જીવોનો નાશ કરે છે તે અસંયત આત્મદંડી છે, આત્મસુખાર્થે બીજનો હિંસક લોકમાં અનાર્યધર્મી કહ્યો છે.
તેઓ ગર્ભમાં, બોલવા-ન બોલવાની સ્થિતિમાં, પંચશિખી કુમારપણે, કે યુવાની, પ્રૌઢ, વૃદ્ધાવસ્થામાં ગમે ત્યારે આયુક્ષયથી મૃત્યુ પામે છે.

Linked texts (2)