Pramāṇa · Search · About · API

Suyagada 442

Sūyagaḍa: ṭīkānusārī vivecana 442

Language
Gujarati

442

વિવેચન :–૩૮૫, ૩૮૬
– જે કોઈ પરમાર્થને ન જાણનારા ધર્માર્થને માટે ઉત્થિત થઈ માતા, પિતાને ત્યાગીને, કેમકે માતા-પિતાનો ત્યાગ દુષ્કર છે. તેમના ગ્રહણથી ભાઈ, પુત્રાદિને પણ ત્યાગે એમ જાણવું. એમ શ્રમણવ્રત ગ્રહણ કર્યું છે, એવું સ્વીકારીને અગ્નિકાયનો આરંભ કરે, રાંધે-રંધાવે એ રીતે કરવા-કરાવવા-અનુમોદવા થકી ઔદ્દેશિકાદિ દોષિત આહાર વાપરી અગ્નિકાય સમારંભ કરે. તીર્થંકર, ગણધરાદિએ એવું કહ્યું છે કે – આ પાખંડી કે ગૃહસ્થ લોક અગ્નિકાય સમારંભ કરવાથી તેઓ કુશીલધર્મી છે. તે કેવા છે? તે કહે છે–
જે થયા છે, થાય છે અને થશે, માટે તે ભૂત છે - અર્થાત્‌ પ્રાણી છે, તેને આત્મ સુખાર્થે હણે છે - પીડે છે. તે બતાવે છે કે - પંચાગ્નિ તપ કરી દેહને તપાવે તથા અગ્નિહોત્રાદિ ક્રિયા વડે પાખંડીઓ સ્વર્ગ પ્રાપ્તિને ઈચ્છે છે તથા લૌકીકધર્મી પચન-પાચનાદિ વડે અગ્નિકાયની હિંસા કરીને સુખની ઈચ્છા કરે છે. અગ્નિકાયના આરંભથી થતી હિંસાને કહે છે–
– તપન, તાપન, પ્રકાશાદિ હેતુ કાષ્ઠાદિ બાળીને જે અગ્નિકાયનો સમારંભ કરે છે, તે અગ્નિકાય તથા પૃથ્વી આદિ આશ્રિત સ્થાવર અને ત્રસ જીવોને હણે છે. અથવા મન-વચન-કાયથી કે આયુ-બળ-ઈન્દ્રિયોથી હીન બનાવે - હણે. તથા અગ્નિકાયને પાણી આદિથી બુઝાવા જતાં તે પાણીના જીવોને તથા તેના આશ્રિત જીવોને હણે છે. હવે તે આગ સળગાવનાર તથા બુઝાવનાર બંને આરંભક છે, પણ સળગાવનાર વધુ હિંસક છે.
આગમ પાઠ – હે ભગવંત! બે પુરૂષો એકબીજા સાથે અગ્નિકાયનો સમારંભ કરે છે, તેમાં એક પુરૂષ અગ્નિકાય સળગાવે છે, બીજો અગ્નિકાય બુઝાવે છે. તે બંનેમાં કયો પુરૂષ મહાકર્મી છે? કયો પુરૂષ અલ્પકર્મી?
હે ગૌતમ! જે પુરૂષ અગ્નિકાય સળગાવે છે, તે પુરૂષ બહુતર પૃથ્વીકાય, અપ્‌કાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયનો અને અલ્પતર અગ્નિકાયનો આરંભ કરે છે. જે પુરૂષ અગ્નિકાયને બુઝાવે છે, તે પૃથ્વીકાયાદિનો આરંભ અલ્પ કરે છે અને અગ્નિકાયનો ઘણો આરંભ કરે છે. માટે એમ - X - કહ્યું.
વળી કહ્યું છે કે – આ અગ્નિનો સમારંભ જીવોનો નાશક છે, તેમાં સંશય નથી. આવું જાણીને સારા-નરસાનો વિવેકવાળો મેધાવી, સશ્રુતિક, ધર્મને સમજી પાપથી દૂર રહે તે પંડિત અગ્નિકાયનો આરંભ કરતો નથી, તે જ પરમાર્થથી પંડિત છે જે અગ્નિકાયના સમારંભથી થતા પાપથી દૂર રહે છે.
– અગ્નિકાયના સમારંભથી પ્રાણીવધ કઈ રીતે થાય?

Linked texts (2)