Pramāṇa · Search · About · API

Suyagada 447

Sūyagaḍa: ṭīkānusārī vivecana 447

Language
Gujarati

447

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૯૫ થી ૩૯૮ :– [૧/૭/–/૩૯૫ થી ૩૯૮]
જો જળથી મુક્તિ મળતી હોય તો માછલાં, કાચબા, જળસર્પ, બતક, ઉંટ, જળ રાક્ષસ બધાં પહેલા મોક્ષ પામે, વિદ્વાનો કહે છે તેવું બનતું નથી.
જો જળ કર્મરૂપી મેલને ધોઈ નાંખે તો પુણ્યને કેમ ન ધોઈ નાંખે? તેથી આ કલ્પના માત્ર છે. અજ્ઞાની, અંધ માફક નેતાને અનુસરી પ્રાણ નાશ કરે છે.
જો સચિત્ત પાણી પાપકર્મીના પાપ હરી લે તો જલજીવોના હત્યારા પણ મુક્તિ પામે છે, પણ તે ખોટું છે. માટે જળસિદ્ધિ કહેનાર મૃષાવાદી છે.
જે સાંજે અને સવારે અગ્નિનો સ્પર્શ કરતા, હોમ-હવનથી સિદ્ધિ માને છે, જો આ રીતે સિદ્ધિ મળતી હોય તો અગ્નિસ્પર્શી કુકર્મી પણ સિદ્ધ થાય.

Linked texts (2)