Pramāṇa · Search · About · API

Suyagada 449

Sūyagaḍa: ṭīkānusārī vivecana 449

Language
Gujarati

449

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૯૯ થી ૪૦૨ :– [૧/૭/–/૩૯૯ થી ૪૦૨]
[જળ કે અગ્નિથી મોક્ષ કહેનારે] પરીક્ષા કરીને જોયું નથી. એ રીતે સિદ્ધિ મળતી નથી. આવા બોધ નહીં પામેલા જીવો ઘાત પામે છે. ત્રસ અને સ્થાવર જીવો સુખને ઈચ્છે છે, તેવું જાણીને બોધ પામ.
પાપકર્મી રડે છે, લુપ્ત થાય છે, ત્રાસ પામે છે. તેથી વિદ્વાન, વિરત અને આત્મગુપ્ત ભિક્ષુ, ત્રસ-સ્થાવર પ્રાણીના સ્વરૂપને જાણીને તેની હિંસા ન કરે.
જે ધર્મથી પ્રાપ્ત આહારનો સંચય કરીને ભોજન કરે છે, શરીર સંકોચીને પણ સ્નાન કરે છે, વસ્ત્રો ધુવે છે અથવા મસળે છે, તે સંયમથી દૂર કહેવાય છે.
ધીર પુરૂષ જળ-સ્નાનથી કર્મબંધ જાણીને મોક્ષ પર્યન્ત અચિત્ત જળ વડે જીવનયાપન કરે, બીજ-કંદાદિનું ભોજન ન કરે, સ્નાન અને મૈથુનને તજે.

Linked texts (2)