Pramāṇa · Search · About · API

Suyagada 458

Sūyagaḍa: ṭīkānusārī vivecana 458

Language
Gujarati

458

[નિર્યુક્તિ–૯૪, ૯૫]
વીર્યની શક્તિવાળા જીવની વીર્યના વિષયમાં અનેકવિધ લબ્ધિઓ છે તે પાછલી અડધી ગાથા વડે બતાવે છે. જેમકે – છાતીમાં હોય તે શરીરબળ છે, ઈન્દ્રિયોનું બળ તે અધ્યાત્મ [મનનું] બળ છે. આ બળ ઘણું અને ઘણાં પ્રકારે છે, તે બતાવે છે –
અંદરના વ્યાપાર વડે ગ્રહણ કરેલા મનોયોગ્ય પુદ્‌ગલો મનપણે પરિણમાવે છે. કાય યોગ્યને કાયપણે - શ્વાસ ઉચ્છ્‌વાસ યોગ્યને તે ભાવે પરિણમાવે છે. તથા મન-વચન-કાયાદિના, તે ભાવે પરિણત જે વીર્ય-સામર્થ્ય બે ભેદે છે. સંભવ અને સંભાવ્ય.
તેમાં સંભવ માં તીર્થંકર અને અનુત્તર વિમાનના દેવોમાં ઘણાં જ નિપુણ મનોદ્રવ્યો હોય છે. કેમ કે તીર્થકરો, અનુત્તરોપપાતિક દેવો, મનઃપર્યાયજ્ઞાનીના પ્રશ્ન-ઉત્તર દ્રવ્ય મનથી જ કરે છે, અનુત્તરોપપાતિક દેવોનો સર્વ વ્યાપાર મન વડે જ થાય છે. સમ્ભાવ્ય માં તો જે જે અર્થના કુશળમતિનું કહેલું હમણાં ન સમજી શકે તે અભ્યાસથી ભવિષ્યમાં સમજી શકશે માટે સમ્ભાવ્ય કહ્યું.
વાગ્વીર્ય પણ બે પ્રકારે છે - સંભવ અને સંભાવ્ય. તેમાં સમ્ભવ માં તીર્થંકરોની યોજન સુધી ફેલાતી વાણી, બધાંને સ્વ-સ્વભાષામાં સમજે છે. તથા બીજા પણ કેટલાંકને ક્ષીરાશ્રવ, મધ્વાશ્રવ લબ્ધિયુક્ત વાણીનું સૌભાગ્ય હોય છે તથા હંસ, કોકીલ આદિને સ્વરમાધુર્ય સંભવે છે. સમ્ભાવ્ય માં શ્યામા સ્ત્રીનું ગાનમાધુર્ય છે. તે જ કહે છે – [બે સ્ત્રી છે - શ્યામા અને કાલી] શ્યામા મધુર સ્વરે ગાય છે, કાલી કઠોર અને રૂક્ષ સ્વરે ગાય છે. તથા કહે છે – એક શ્રાવકપુત્ર યોગ્ય અભ્યાસ વિના પણ અક્ષરો [ઉચ્ચારણ] યથાવત્‌ કરે તે સંભાવ્ય છે. જેમ મેના-પોપટ મનુષ્ય સંસર્ગે માનુષભાષા શીખી લે છે.
છાતીનું બળ-કાયવીર્ય પણ સંભવ અને સંભાવ્ય બે ભેદે છે. સમ્ભવ માં ચક્રવર્તી, બલદેવ, વાસુદેવાદિનું જે બાહુબળ આદિ કાયબળ છે. જેમકે ત્રિપૃષ્ઠ વાસુદેવે ડાબા હાથની હથેળી વડે કોટીશિલાને ઊંચકી અથવા ૧૬,૦૦૦ રાજાનું સૈન્ય [જે સાંકળ ખેંચે, તે વાસુદેવ ડાબા હાથે અટકાવી રાખે] ઈત્યાદિ. જિનેન્દ્રોનું બળ તેથી પણ અપરિમિત હોય છે. સમ્ભાવ્ય માં તીર્થકરો લોકને દડા માફક અલોકમાં ફેંકવાની આદિ શક્તિવાળા હોય છે. તેમજ કોઈપણ ઈન્દ્ર જંબૂદ્વીપને ડાબા હાથે સહજ રીતે મેરુ પર્વતને દંડ કરીને છત્રી માફક ઊંચકે તથા સંભાવનાથી આ બાળક મોટો થઈને મોટી શિલાને ઊંચકવાને, હાથીને દમવાને કે ઘોડાને દોડાવવા શક્તિમાન બને. શ્રોત્ર આદિ ઈન્દ્રિયબળ પણ સ્વ-સ્વ વિષય ગ્રહણ કરવા સમર્થ છે. તેના પણ સંભવ અને સંભાવ્ય બે ભેદ છે. જેમ કાનનો વિષય બાર યોજનનો છે, એ રીતે બધી ઈન્દ્રિયોના વિષય જાણવા. સમ્ભાવ્ય માં કોઈ ઈન્દ્રિય થાકેલી હોય, તે ક્રુદ્ધ-તરસ્યો કે ગ્લાનાદિ હોવાથી તે - તે વખતે સ્વવિષય ગ્રહણ ન કરે, પણ દોષનો ઉપશમ થતા વિષય ગ્રહણ કરે તેવી સંભાવના રહે છે.
- હવે આધ્યાત્મિક વીર્ય કહે છે–

Linked texts (1)