Suyagada 464
Sūyagaḍa: ṭīkānusārī vivecana 464
- Language
- Gujarati
464
વિવેચન :–૪૧૩, ૪૧૪
– જેના વડે પ્રાણીઓ સદનુષ્ઠાન રહિત થાય તે પ્રમાદ કહેવાય છે - તે મદ્ય વગેરે છે. કહ્યું છે કે – મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છે અને તે દૂષણરહિત તે અપ્રમાદ છે, એમ વીતરાગ પ્રભુએ કહ્યું છે. આવો પ્રમાદ કર્મોના ઉપાદાનભૂત હોઈ તીર્થંકરો તેને કર્મ કહે છે અને અપ્રમાદને અકર્મ કહે છે.
સારાંશ એ કે - પ્રમાદયુક્ત જીવ કર્મ બાંધે છે, કર્મ સહિત જીવના જે ક્રિયાનુષ્ઠાન તે બાલવીર્ય છે તથા અપ્રમત્તને કર્મનો અભાવ થાય છે. આવા સાધુનું અનુષ્ઠાન તે પંડિતવીર્ય છે. આ પ્રમાણે પ્રમાદી સકર્મીનું બાલવીર્ય અને અપ્રમાદી અકર્મીનું પંડિતવીર્ય જાણવું.
તે બંને વીર્યનો ભાવ-સત્તા - X - આદેશ બતાવે છે - અભવીનું બાલવીર્ય અનાદિ અનંત છે, ભવીનું બાલવીર્ય અનાદિ સાંત કે સાદિ સાંત છે. પંડિતવીર્ય તો સાદિ સાંત જ હોય.
– તેમાં પ્રમાદથી મૂઢ થયેલા સકર્મીના બાલવીર્યને બતાવે છે - શસ્ત્ર - તલવાર આદિ અથવા શાસ્ત્ર એટલે ધનુર્વેદ, આયુર્વેદ આદિ જીવહિંસાકારી છે, તેને સાતાગૌરવ ગૃદ્ધો કેટલાંક ઉદ્યમ કરીને શીખે છે. તે શિક્ષણ પછી પ્રાણીના વિનાશને માટે થાય છે. જેમકે તેમાં બતાવે છે કે આ રીતે આલીઢ, પ્રત્યાલીઢ વડે જીવોને મારવા માટે સ્થાન કરવું. તે માટે કહે છે–
જેને મારવા હોય તેને પોલી મુઠ્ઠીમાં લક્ષમાં લેવું, તેમાં દૃષ્ટિ રાખવી, તે વખતે જો માથું ન હલાવે તો લક્ષ્યને હણે તથા લવકરસ ક્ષય રોગીને આપવો અથવા અભયારિષ્ટ નામે દારૂ આપવો. ચોર આદિને શૂલારોપણ આદિ દંડ દેવો. ચાણક્યના અભિપ્રાયથી ધન માટે બીજાને ઠગવો તથા કામશાસ્ત્રાદિ અશુભ અધ્યવસાયથી ભણે. આ રીતે ધનુર્વેદાદિ શાસ્ત્રનો જે અભ્યાસ તે સર્વે બાલવીર્ય છે. વળી કોઈ પાપના ઉદયથી મંત્રો જેમાં અશ્વમેઘ, પુરૂષમેઘ આદિ - X - શીખે છે, તે કેવા છે, તે બતાવે છે–
બેઈન્દ્રિયાદિ પ્રાણો, પૃથિવ્યાદિ ભૂતો, તેમને અનેક પ્રકારે બાધક ઋગ્વેદના મંત્રોને ભણે છે, તે કહે છે – અશ્વમેઘ યજ્ઞના વચનથી મધ્યમ દિને ૫૯૭ પશુઓ મારવા.
હવે શસ્ત્ર શબ્દની નિર્યુક્તિ કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati