Pramāṇa · Search · About · API

Suyagada 467

Sūyagaḍa: ṭīkānusārī vivecana 467

Language
Gujarati

467

વિવેચન :–૪૧૫, ૪૧૬
માયા એટલે બીજાને ઠગવાની બુદ્ધિ. તે જેનામાં હોય તે માયાવી બીજાને ઠગે છે. માયાના ગ્રહણથી ક્રોધી, માની, લોભી પણ લેવા. તેઓ કામેચ્છા તથા શબ્દાદિ વિષયરૂપ ભોગોને સેવે છે.
પાઠાંતરથી મન-વચન-કાયાથી આરંભમાં વર્તે છે, ઘણાં જીવોને મારતો, બાંધતો, નાશ કરતો, આજ્ઞા પળાવતો, ભોગનો અર્થી બની ધનોપાર્જન માટે પ્રવર્તે છે. આ પ્રમાણે પોતાના સુખના લોલુપી અને દુઃખના દ્વેષીઓ વિષયાસક્ત બનીને કષાયથી કલુષિત અંતરઆત્માવાળા થઈ આવા બને છે - પ્રાણીઓને હણનારા, કાન-નાક છેદનારા અને પીઠ, પેટ વગેરે છેદનારા - આ બધું તેઓ કેમ કરે છે? તે કહે છે–
જીવોને દુઃખ આપવાનું કાર્ય મનથી, વચનથી, કાયાથી કરતા, કરાવતા, અનુમોદતા અને કાયાથી અશક્ત હોય તો પણ તંદુલીયા મત્સ્ય વડે મનથી જ પાપાનુષ્ઠાનના અનુમોદનથી કર્મ બાંધે છે તથા આરત-પરત લૌકીકવાણી યુક્તિ-લોકવાયકા પ્રમાણે આલોક, પરલોક બંને માટે પોતે કરીને, બીજા પાસે કરાવીને તે અસંયતો જીવોને ઉપઘાત કરનારા હોય છે.
હવે તે જીવોને દુઃખ દેવાના કર્મનો વિપાક સૂત્રકાર દર્શાવે છે–

Linked texts (2)