Suyagada 47
Sūyagaḍa: ṭīkānusārī vivecana 47
- Language
- Gujarati
47
વિવેચન :– ૧૧
તે જીવ - તે શરીરવાદીઓનું એવું કહેવું છે કે - જેમ પાંચભૂતકાય આકારે પરિણત થતાં ચૈતન્ય ઉદ્ભવે છે કે દેખાય છે. તે રીતે એક એક શરીરમાં એક-એક આત્મા, એ પ્રમાણે બધાં આત્મા રહેલા છે. જે અજ્ઞાની હોય કે પંડિત હોય, બધાં જુદા જુદા ગોઠવાયેલા છે. તેથી સર્વ વ્યાપી એવો એક આત્મા છે, તેમ ન માનવું. - X -
શંકા – પ્રત્યેક શરીરને આશ્રીને આત્માનું અનેકપણું છે, તે વાત જૈનદર્શનને પણ ઈષ્ટ છે. – આ શંકાના નિવારણ માટે કહે છે –
[ચૈતન્ય] જ્યાં સુધી શરીર વિદ્યમાન છે, ત્યાં સુધી છે, શરીરના અભાવે તે રહેતું નથી. કાયા આકારે પરિણત ભૂતોમાં ચૈતન્ય પ્રગટ થાય છે, પણ ભૂતોનો સમુદાય જુદો પડતા ચૈતન્ય નાશ પામે છે, પણ ચૈતન્ય બીજે જતું દેખાતું નથી. તેથી જ કહે છે કે - પિચ્ચા ન તે સંતિ પરલોકમાં આત્મા હોતો-જતો નથી. અર્થાત્ શરીરથી જુદો અને સ્વ-કર્મફળનો ભોક્તા આત્મા નામનો કોઈ પદાર્થ નથી.
આવું શા માટે? તે કહે છે – મૂળ ગાથામાં અસ્તિ શબ્દ બહુવચનમાં છે, તેનો આ અર્થ છે - પ્રાણીઓ એક ભવમાંથી બીજા ભવમાં વિદ્યમાન નથી. તેઓના આગમ [વેદ]માં પણ કહે છે - વિજ્ઞાનઘન૦ [આ પૂર્વપક્ષ કહ્યો.] અહીં શિષ્ય પૂછે છે કે - પૂર્વે બતાવેલ ભૂતવાદી અને આ તે જીવ - તે શરીર વાદીમાં શું જુદાપણું છે? તેનો ઉત્તર આપે છે–
ભૂતવાદીના મતે ભૂતો જ કાયા આકારે પરિણત થઈ સર્વ ક્રિયા કરે છે. જ્યારે આ વાદીના મતે કાયા આકારે પરિણત ભૂતોમાંથી ચૈતન્ય નામે આત્મા ઉત્પન્ન થાય છે કે પ્રગટ થાય છે અને તે અભિન્ન છે તે જુદાપણું છે. આ પ્રમાણે ધર્મીના અભાવે ધર્મનો અભાવ છે તે કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati