Suyagada 475
Sūyagaḍa: ṭīkānusārī vivecana 475
- Language
- Gujarati
475
વિવેચન :–૪૨૩, ૪૨૪
સર્વે સ્થાનો અનિત્ય છે, એવો નિશ્ચય કરી, મર્યાદામાં રહેલ કે સારા-નરસાનો વિવેકી આત્મસંબંધી મમત્વ દૂર કરે. આ મારું અને હું તેનો સ્વામી એવી મમતા ક્યાંય ન કરે - X - ‘આર્ય’ એટલે સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રાત્મક મોક્ષમાર્ગ અથવા આર્ય એટલે તીર્થકરાદિનો જે માર્ગ, તેને ધારણ કરે. કેવો માર્ગ? તે કહે છે –
આ માર્ગ બધા કુતીર્થિ ધર્મોથી અદૂષિત છે અને પોતાના મહીમાને લીધે નિંદાવો અશક્ય છે. તેથી પ્રતિષ્ઠાવાળો છે અથવા બધા ધર્મોથી - X - અગોપીત છે - X -
સારા ધર્મનું પરિજ્ઞાન જે રીતે થાય, તે બતાવે છે – ધર્મના સાર-પરમાર્થને જાણીને. કેવી રીતે? સારી મતિ કે સ્વમતિથી અથવા વિશિષ્ટ મતિજ્ઞાન વડે કે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વડે. સ્વ-પર અવબોધક જ્ઞાન વડે ધર્મનો સાર જાણીને. તીર્થકર, ગણધર, આચાર્યાદિ થકી. ઈલાપુત્રની જેમ સ્વમતિથી કે ચિલાપુત્રની જેમ સાંભળીને ધર્મનો સાર જાણે અથવા ધર્મનો સાર તે ચારિત્ર પામે. તે પામીને પૂર્વે બાંધેલા કર્મના ક્ષય માટે પંડિત વીર્ય સંપન્ન, રાગાદિ બંધનમુક્ત, બાલવીર્યરહિત ઉત્તરોત્તર ગુણશ્રેણીએ ચડતો સાધુ વધતા પરિણામથી પ્રત્યાખ્યાત પાપક અર્થાત્ સાવદ્ય અનુષ્ઠાનરૂપ પાપકર્મનો ત્યાગી બને છે - વળી -
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati