Suyagada 484
Sūyagaḍa: ṭīkānusārī vivecana 484
- Language
- Gujarati
484
‘સૂત્રકૃત’ સૂત્ર-૪૩૩ થી ૪૩૬ :– [૧/૮/–/૪૩૩ થી ૪૩૬]
જે બુદ્ધ, મહાભાગ, વીર અને સમ્યક્ત્વદર્શી છે, તેનું પરાક્રમ શુદ્ધ અને સર્વથા કર્મફલરહિત હોય છે.
જે ઉત્તમકુલમાં જન્મી, દીક્ષા લઈ, સત્કાર માટે તપ કરે તો તેમનું તપ શુદ્ધ નથી. તેથી સાધુ પોતાના તપને ગુપ્ત રાખે, આત્મ પ્રશંસા ન કરે.
સુવ્રતી, અલ્પભોજી, અલ્પજલગ્રાહી, અલ્પભાષી બને. ક્ષમાવાન, આસક્તિ રહિત, જિતેન્દ્રિય, વીતગૃદ્ધ બની સંયમાનુષ્ઠાન કરે.
ધ્યાનયોગ ગ્રહણ કરીને, સર્વ પ્રકારે કાયાનો વ્યુત્સર્ગ કરે. તિતિક્ષાને ઉત્તમ જાણીને મોક્ષ પર્યન્ત સંયમ પાળે. - તેમ હું કહું છું.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati