Pramāṇa · Search · About · API

Suyagada 541

Sūyagaḍa: ṭīkānusārī vivecana 541

Language
Gujarati

541

વિવેચન :–૫૧૩ થી ૫૧૬
[૫૧૩] કોઈ રાજાએ કૂવો ખોદાવતા, દાનશાળા કરતી વખતે સાધુને પૂછે કે – આ કાર્યમાં મને પુન્ય થશે કે નહીં? આ વચન સાંભળીને તેમાં પુન્ય છે કે નથી તે બંને વચન મહાભયકારી જાણીને અનુમોદે નહીં.
[૫૧૪] શા માટે ન અનુમોદે? અન્ન-પાનાદાન માટે આહાર કે પાણી માટે રાંધણક્રિયા અને કૂવો ખોદાવવો પડે. તેમાં ત્રસ-સ્થાવર જીવો હણાય. તેની રક્ષા માટે આત્મગુપ્ત, જિતેન્દ્રિય સાધુ તેમાં ‘પુણ્ય’ ન કહે.
[૫૧૫] તેમાં ‘‘પુન્ય નથી’’ તેમ પણ ન કહે. ધર્મબુદ્ધિથી જીવહિંસા થકી જે પ્રાણી માટે અન્ન-પાનાદિ તૈયાર થતા હોય, તેના નિષેધથી તે આહારપાનના અર્થીને વિઘ્ન થાય, તેના અભાવે તેઓ પીડાય, તેથી કૂવો ખોદવો, દાનશાળા કરવી તેમાં પુન્ય નથી એમ ન બોલે.
[૫૧૬] ઉક્ત વાતને સંક્ષેપમાં જણાવતા કહે છે – પાણીની પરબ કે દાનશાળા ઘણાં પ્રાણીને ઉપકારી છે, તેમ માની પ્રશંસે છે, તે પરમાર્થ ન જાણનારા, તે પ્રશંસા દ્વારા ઘણાં પ્રાણીના ઘાતને અનુમોદે છે. કેમ કે તે દાન જીવહિંસા વિના ન થાય. જેઓ પોતાને સૂક્ષ્મ બુદ્ધિવાળા માને છે. આગમના સદ્‌ભાવથી અજ્ઞાન છે અને નિષેધે છે, તે પણ અગીતાર્થ છે, કેમકે તેઓ પ્રાણીની આજીવિકાને છેદે છે.
તો રાજાદિ કોઈ ઉક્ત કાર્યમાં પુન્ય છે? તેમ પૂછે તો શું કરવું?

Linked texts (2)