Pramāṇa · Search · About · API

Suyagada 55

Sūyagaḍa: ṭīkānusārī vivecana 55

Language
Gujarati

55

[નિર્યુક્તિ–૩૫]
અ-ફળપણું હોવાથી વૃક્ષનો અભાવ ન મનાય. અર્થાત્‌ ફળ આપે તો જ તે વૃક્ષ નહીં તો વૃક્ષ નથી એમ ન મનાય. એ રીતે આત્મામાં પણ સુપ્તાદિ અવસ્થામાં જો કે કોઈ અંશે નિષ્ક્રિયત્વ હોય તેથી આત્મા સર્વથા નિષ્ક્રિય છે તેમ કહેવું યોગ્ય નથી. થોડાં ફળ આપે તો પણ વૃક્ષ વૃક્ષ જ કહેવાય છે. એ પ્રમાણે થોડી ક્રિયા કરનાર આત્મા પણ ક્રિયાવાન જ કહેવાય. કદાચ જેમ એક પૈસાવાળો ધનિક ન કહેવાય તેમ થોડી ક્રિયાવાળો આત્મા નિષ્ક્રિય કહેવાય તેમ તમે માનો તો યોગ્ય નથી. - X - X - સામાન્યની અપેક્ષાએ તો અલ્પક્રિય પણ ક્રિયાવાન જ ગણાય. - X - X - કોઈ ગાય દૂધ ન આપે અને કોઈ ગાય થોડું દૂધ આપે તો પણ તે બંને ગાય તો કહેવાશે જ. ઈત્યાદિ. હવે ‘આત્માષષ્ઠવાદીમત’ કહે છે.

Linked texts (1)