Pramāṇa · Search · About · API

Suyagada 54

Sūyagaḍa: ṭīkānusārī vivecana 54

Language
Gujarati

54

[નિર્યુક્તિ–૩૪]
આત્માનું અકતૃત્વ હોવાથી [આત્માએ] કર્યું નથી, ત્યારે ન કરેલાનું વેદન કોણ કરે? વળી, અક્રિયપણામાં વેદન ક્રિયા પણ ન ઘટે તથા ન કરેલાનું પણ અનુભવેલ માનો તો ન કરેલાનું આવવું અને કરેલાનો નાશ એવી આપત્તિ આવશે. તેનાથી એકે કરેલ પાપને બધાં પ્રાણીએ ભોગવવાનો વખત આવશે અને પૂન્યથી સુખ આવશે. પણ આવી વાત દેખાતી નથી તથા આત્માના વ્યાપિત્વ અને નિત્યત્વ થકી આત્માની નરક, તિર્યંચ, દેવ, મનુષ્ય, મોક્ષ પાંચ ગતિ છે, તે પણ નહીં થાય. તેથી તમારા સાંખ્યમતીને કષાય વસ્ત્રો, શિરમુંડન, દંડધારણ, ભિક્ષા-ભોજન આદિ અનુષ્ઠાન - X - X - ઈત્યાદિ સર્વે નિષ્ફળ થશે.
વળી - દેવ, મનુષ્યાદિ ગતિ - આગતિ નહીં થાય કેમકે આત્માનું તમે સર્વવ્યાપીત્વ માનો છો તથા નિત્યત્વથી આત્માને વિસ્મરણના અભાવે જાતિસ્મરણાદિ ક્રિયા નહીં થાય. આદિ ગ્રહણથી ‘‘પ્રકૃતિ કરે-પુરૂષ ભોગવે’’ એ ભોગ ક્રિયા તમે માની છે, તે પણ નહીં થાય કેમકે અક્રિયાત્વને તમે માનો છો - X - વળી તમારી આવી વાતો તમારા મિત્રો જ માનશે.
શંકા – ભોગવવાની ક્રિયા માત્રથી - X - આત્મા સક્રિય છે, તો પણ અમે એટલું સક્રિયત્વ ઈચ્છતા નથી. સમસ્ત ક્રિયા કરે તો જ આત્માને સક્રિય માનીએ. – આ શંકાનો ઉત્તર નિર્યુક્તિકાર આપે છે.

Linked texts (1)