Suyagada 558
Sūyagaḍa: ṭīkānusārī vivecana 558
- Language
- Gujarati
558
વિવેચન :–૫૩૯ થી ૫૪૨
[૫૩૯] પોતાની વાણીથી સ્વીકારીને કે તે અર્થને આંતરારહિત પ્રાપ્ત કરતા, આવેલા વિષયને પ્રતિષેધ કરનારા મિશ્રભાવ તે નાસ્તિકો કરે છે. વા શબ્દથી પ્રતિષેધ સ્વીકારવામાં તેઓ અસ્તિપણું જ માને છે. નાસ્તિકો પોતાના શિષ્યોને જીવાદિના અભાવને કહેતા શાસ્ત્ર બતાવતા આત્માને કર્તા, શાસ્ત્રને કરણ અને શિષ્યોને કર્મરૂપે જરૂર સ્વીકારે છે. જો તેઓ બધું શૂન્ય માનતા હોય તો કર્તાદિ ત્રણેના અભાવથી મિશ્રીભાવ થાય છે.
બૌદ્ધો પણ મિશ્રીભાવ યુક્ત છે. જેમ કે – કોઈ જનાર જ નથી, તો બૌદ્ધ શાસનમાં છ ગતિ કઈ રીતે કહી? - X - X - તેમજ કર્મ નથી, ફળ નથી, આત્મા કર્તા નથી, તો છ ગતિ કેમ થાય? - X - X - ક્ષણના અસ્થિતપણાથી ક્રિયાનો અભાવ થવાથી વિવિધ ગતિનો સંભવ નથી. બૌદ્ધો બધાં કર્મોને અબંધનરૂપે માને છે, બુદ્ધ ૫૦૦૦ જાતકો ઉપદેશે છે, તે મુજબ માતા-પિતાને હણનાર, બુદ્ધના શરીરમાં લોહી કાઢનાર, અર્હત વધ કરવા, સ્તૂપને ભાંગનારા એ પાંચે આવિચી નરકમાં જાય છે. તેથી પોતાના શાસ્ત્રમાં બતાવેલ સર્વશૂન્યપણું યુક્તિ રહિત થશે. વળી, જન્મ-જરા-મરણાદિ ભેદો નહીં થાય અને જીવ અસ્તિત્વ, કર્તૃત્વ, કર્મત્વ [સિદ્ધ થશે] તે કહે છે - ગાંધર્વનગર તુલ્ય પદાર્થો, સ્વપ્ન સમ માયા, ઝાકળના પાણી જેવા મૃગજળ ઈત્યાદિ બોલવાથી સ્પષ્ટતયા બૌદ્ધોનો મિશ્રીભાવ પ્રગટ થાય છે અથવા જુદા જુદા કર્મોના વિપાક માનવાથી તેઓનો વિસંવાદ સ્પષ્ટ થાય છે.
[જૈનાચાર્યો કહે છે–] જો તમારો પક્ષ શૂન્ય છે, તો મારા પક્ષનો નિવારક કેમ થાય? જો શૂન્ય નથી તેમ માનીશ, તો તે મારો પક્ષ જ થશે. આ રીતે બૌદ્ધો - X - નાસ્તિત્વ કહેવા જતા અસ્તિત્વ જ પ્રતિપાદિત કરે છે. સાંખ્યો પણ સર્વવ્યાપીતાથી અક્રિય આત્માને સ્વીકારે છે અને પ્રકૃતિના વિયોગથી મોક્ષના સદ્ભાવને માનતા આત્માના બંધ અને મોક્ષને સ્વવાણીથી સક્રિયત્વ સ્વીકારી સંમિશ્રીભાવ માને છે. કેમકે ક્રિયા સ્વીકાર્યા વિના બંધ મોક્ષ સાબિત ન થાય. - X –
આ રીતે લોકાયતિકો સર્વ અભાવ માનીને, બૌદ્ધો ક્ષણિક અને શૂન્યત્વથી અને સાંખ્યો અક્રિય આત્મા માનવા છતાં બંધ-મોક્ષનો સદ્ભાવ માનીને સંમિશ્રીભાવ માને છે.
અથવા બૌદ્ધાદિને કોઈ સ્યાદ્વાદિ પ્રશ્ન પૂછે તો - X - ઉત્તર દેવા અસમર્થ બને છે ત્યારે - X - X - મૂંગાથી પણ મૂંગો થઈ જાય છે. તે બતાવે છે – સ્યાદ્વાદીએ કહેલ સાધનનો અનુવાદ કરે તે અનુવાદી, તેથી ઊલટો અનનુવાદી, તે સદ્ હેતુથી વ્યાકુળ થઈ મૌન જ સ્વીકારે છે. બોલ્યા વિના પ્રતિપક્ષનું ખંડન ન કરી શકવાથી પોતાનો પક્ષ સ્થાપે છે કે આ અમારો પક્ષ છે, તેનો કોઈ પ્રતિપક્ષ નથી, અમારો અર્થ અવિરુદ્ધ-બાધારહિત છે - X - એ રીતે તેઓને દ્વિપક્ષ છે - X - વિરોધી વચન છે આદિ જૈનાચાર્યે પૂર્વે કહ્યું છે.
અથવા જૈનાચાર્ય કહે છે, અમારું દર્શન દ્વિપક્ષ છે - કર્મબંધ, નિર્જરા. [ઈત્યાદિ દલીલો વૃત્તિકારે બતાવી છે, તે તજજ્ઞ પાસે સમજી લેવી, અહીં તેનો અનુવાદ કરેલ નથી.] હવે તેઓના દૂષણો [જૈનાચાર્યો] કહે છે–
[૫૪૦] તે ચાર્વાક, બુદ્ધ વગેરે અક્રિયાવાદી એમ કહે છે, તેથી સદ્ભાવ ન જાણનારા, મિથ્યાત્વ પટલથી આવૃત્ત આત્મા પરમાત્માને માનવા છતાં જુદાં જુદાં શાસ્ત્રોને પ્રરૂપે છે - જેમકે – પ્રાણીને દાનથી મહાભોગ, શીલથી સુરગતિ, ભાવનાથી મોક્ષ અને તપથી બધું સિદ્ધ થાય છે.
વળી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભૂતો છે, તે સિવાય સુખ-દુઃખ ભોગવનાર બીજો કોઈ આત્મા નથી, અથવા આ ચાર પણ વિચાર્યા વિના રમણીય કહ્યા છે, પણ ખરેખર નથી. જેમ સ્વપ્ન, ઈન્દ્રજાલ, મૃગજળ, બે ચંદ્ર આદિ આભાસ માત્ર છે, તેમ બધું આત્મરહિત ક્ષણિક છે, મુક્તિ શૂન્યરૂપ છે - X - ઈત્યાદિ વિવિધ શાસ્ત્રો માનનારા અક્રિયાવાદી છે.
[જૈનાચાર્યો કહે છે–] પરમાર્થને ન જાણનારા, જે દર્શન ગ્રહણ કરીને ઘણાં મનુષ્યો અનંત સંસારમાં ભટકે છે તેમજ લોકાયતિકો સર્વ શૂન્ય છે, તેમ પ્રતિપાદિત કરે છે, તેમાં કોઈ પ્રમાણ નથી. કહ્યું છે – કૂદી આવેલા તત્ત્વો યુક્તિ અભાવે સિદ્ધ થતાં નથી, જો યુક્તિ છે તેમ કહેશો તો તે અમારું [જૈનોનું] તત્ત્વ છે, તે સિદ્ધ થાય તો સર્વે સત્ છે. તે પ્રત્યક્ષ અને એકલું પ્રમાણ નથી, પણ ભૂત-ભાવિની ભાવનાથી, પિતાના નિબંધનથી વ્યવહાર અસિદ્ધ થતાં સર્વ સંસારી વ્યવહારનો ઉચ્છેદ થશે.
બૌદ્ધોને અત્યંત ક્ષણિકપણું માનવાથી વસ્તુનો અભાવ લાગુ પડે છે. [જૈનાચાર્યો કહે છે–] જે અર્થ ક્રિયા કરનાર તે જ પરમાર્થથી સત્ છે. ક્ષણ, ક્રમ વડે અર્થક્રિયાને કરતો નથી, ક્ષણિકત્વથી હાનિ થાય છે, તેમ બંને સાથે કરે છે, તેવું બને નહીં, એક જ ક્ષણમાં સર્વ કાર્ય થાય નહીં. ઈત્યાદિ - X - બૌદ્ધોએ કરેલ દાનથી મહાભોગ મળે, તે જૈનો પણ કંઈક સ્વીકારે જ છે. સ્વીકૃત વાત બાધા કરનાર ન થાય.
[૫૪૧] વળી શૂન્યતા બતાવવા કહે છે – સર્વ શૂન્યવાદીઓ પણ અક્રિયાવાદી છે. પ્રત્યક્ષ ઊગતો દેખાતો સૂર્ય છે, તેનો નિષેધ કરે છે, તે બતાવે છે - બૌદ્ધ મત મુજબ તો સર્વજન પ્રતીત, જગતમાં પ્રદીપ સમ દિવસાદિ કાળ વિભાગકારી સૂર્ય પણ સિદ્ધ ન થાય, તો તેનો ઉદય અને અસ્ત ક્યાંથી થાય? - X - ચંદ્રમાની - X - વૃદ્ધિ હાનિ ન થાય, પર્વતમાંથી ઝરણાનું પાણી ઝરે નહીં, વાયુ વાય નહીં, ઈત્યાદિ. આ સંપૂર્ણ લોક અર્થશૂન્ય, નિશ્ચિત અભાવરૂપ શૂન્યવાદીના મત પ્રમાણે થાય. - X - હવે તેમના મતનું ખંડન કરે છે–
[૫૪૨] જેમ કોઈ જન્માંધ કે પછી અંધ થયેલ, દીવાનો પ્રકાશ છતાં ઘટ-પટ આદિને જોતો નથી, તેમ તે અક્રિયાવાદીઓ ઘટ-પટ આદિ વિદ્યમાન વસ્તુ, તેની ક્રિયા, હલચલ વગેરેને દેખતા નથી. કેમકે જ્ઞાનાવરણાદિ કર્મથી તેમની પ્રજ્ઞા-જ્ઞાન હણાયેલ છે, તેથી જ અંધકારને દૂર કરનાર, કમલવનને ખીલવનાર, સૂર્યને જોતા નથી. - X - ક્ષીણ થતો ચંદ્રમા - X - પછી વૃદ્ધિ પામતો સંપૂર્ણ થયેલો પ્રત્યક્ષ દેખાય છે. નદીઓ - X - વહેતી દેખાય છે, વાયુ વાતો સ્પર્શાય છે.
[જૈનાચાર્યો કહે છે–] તમે આ બધાંને માયા, સ્વપ્નાદિ સમ કહો છો તે તમારું કથન જૂઠું છે. કેમકે બધાનો અભાવ માનો તો - X - તમારી માનેલી માયાનો પણ અભાવ થાય, - X - તે સર્વે શૂન્ય માનતા કહેનાર અને સાંભળનાર બંનેનો અભાવ થવાથી તમારી વ્યવસ્થા કેમ રહેશે? તેમ સ્વપ્નને જાગ્રત અવસ્થામાં માનો છો, જાગૃત અવસ્થા અભાવે સ્વપ્નનો પણ અભાવ થાય - X - જાગૃત અવસ્થા માનતા તમારા માનેલ સર્વશૂન્યતાની હાનિ થશે. સ્વપ્ન પણ અભાવરૂપ નથી, કેમકે સ્વપ્નમાં પૂર્વે અનુભવેલ દેખાય છે. ઈત્યાદિ - X - ઈન્દ્રજાળ પણ બીજું તેવું સત્ય હોય તો થાય છે. [ઈત્યાદિ અનેક દલીલ વૃત્તિમાં જણાવી છે, જે અત્રે નોંધેલ નથી.] એ રીતે વિદ્યમાન ક્રિયામાં નિરુદ્ધ બુદ્ધિવાળા જ અક્રિયાવાદનો આશ્રય લઈ બેઠા છે, પણ અનિરુદ્ધ બુદ્ધિવાળા તો યથાવસ્થિત અર્થના જ્ઞાતા જ હોય છે. - X - X -
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati