Pramāṇa · Search · About · API

Suyagada 560

Sūyagaḍa: ṭīkānusārī vivecana 560

Language
Gujarati

560

વિવેચન :–૫૪૩ થી ૫૪૬
[૫૪૩] સંવત્સર-જ્યોતિષ, સ્વપ્ન પ્રતિપાદક ગ્રંથ, લક્ષણ તે શ્રીવત્સાદિક - X - નિમિત્ત તે વાણી-પ્રશસ્ત શકુનાદિ, દૈહિક તે મસ તલ આદિ, ઉપપાત તે ઉલ્કાપાત, દિગ્દાહ, ધરતીકંપ તથા અષ્ટાંગ નિમિત્ત ભણીને. – ભૂમિ ઉત્પાત આદિ નવમાં પૂર્વમાં ત્રીજા આચાર વસ્તુમાંથી ઉદ્ધૃત અને સુખ-દુઃખ જીવિત-મરણાદિ સૂચવનાર નિમિત્ત ભણી લોકોને ભવિષ્યની વાતો કહે છે.આમ અન્યવાદીનો શૂન્યવાદાદિ ઉપદેશ અપ્રમાણિક છે
[૫૪૪] જૈનાચાર્યને પરવાદી કહે છે – શ્રુતજ્ઞાન પણ જૂઠું પડે છે, જેમ કે ચૌદપૂર્વ ભણેલા પણ છ સ્થાન પડેલા છે, તેવું આગમો કહે છે તો અષ્ટાંગ નિમિત્તજ્ઞની ભૂલ કેમ ન થાય? નિમિત્ત શાસ્ત્રના ૧૨૫૦ શ્લોક, ૧૨,૫૦૦ શ્લોકપ્રમાણ ટીકા, સાડા બાર લાખ શ્લોક પ્રમાણ પરિભાષા છે, તેમાં અષ્ટાંગ નિમિત્તજ્ઞમાં - X - પણ ભેદ છે [ભેદના કારણોનો સાર–] છંદ કે ભાષા શૈલીથી લિંગ બદલાતા, નિમિત્તજ્ઞના બોધની વિકલતા, ક્ષયોપશમ ભેદાદિથી નિમિત્ત કથનમાં ફેર પડે છે - X -
આ રીતે નિમિત્ત શાસ્ત્રોનું ખોટાપણું જાણીને તે અક્રિયાવાદીઓ - X - વિદ્યા ન ભણવી - X - એમ કહી તેનો ત્યાગ કરે છે.
ક્રિયાના અભાવે જ્ઞાનથી જ મોક્ષ માને છે. - X - પાઠાંતર મુજબ અક્રિયાવાદી માને છે - વિદ્યા ભણ્યા વિના જ અમે આ લોકના ભાવો જાણીએ છીએ. એવું તે મંદબુદ્ધિ કહે છે અને નિમિત્ત શાસ્ત્ર ખોટું હોવાના દૃષ્ટાંત પણ આપે છે - X –
જૈનાચાર્ય તેમને કહે છે, ના એવું નથી. સમ્યગ્‌ અધીત શ્રુતના અર્થોમાં વિસંવાદ ન થાય. જ્ઞાન વિચારણામાં પડતા ભેદ ઓછા ક્ષયોપશમના કારણે છે, અપ્રમાણના વિષમવાદથી સમ્યક્‌ પ્રમાણમાં વિષમવાદની શંકા લાવવી અયોગ્ય છે. રેતીના રણમાં પ્રત્યક્ષ પાણી દેખાવા છતાં કોઈ ન માને તો ડાહ્યો માણસ તેની વાત માનશે? - X - X - ઈત્યાદિ. સારી રીતે વિચારીને કાર્ય કર્યું હોય તો વાંધો ન આવે, આવે તો પ્રમાણ કરનારનો પ્રમાદ છે, તેમાં પ્રમાણનો દોષ નથી, એ રીતે સારી રીતે વિચારીને જ્યોતિષ કહે તેમાં ફળનો ભેદ થતો નથી. એવું જ શુકન-અપશુકનમાં જાણવું.
બૌદ્ધ શાસ્ત્રની એક શ્રુતિ છે - અહીં બાર વર્ષનો દુકાળ પડશે. તમે દેશાંતર જાઓ. જતાં એવા શિષ્યોને ગૌતમ બુદ્ધે પાછા બોલાવ્યા. હવે તમે ન જશો, અહીં હમણાં જ પુણ્યવાન બાળક જન્મ્યો છે તેથી સુકાળ થશે. આ રીતે બધાં નિમિત્તો લક્ષમાં રાખવા જોઈએ.
[૫૪૫] હવે ક્રિયાવાદી મતના દૂષણો બતાવે છે - તેઓ જ્ઞાન વિના માત્ર ક્રિયાથી દીક્ષાદિ લક્ષણથી મોક્ષ ઈચ્છે છે - તે એવું કહે છે કે - માતા છે, પિતા છે, સારા કર્મનું ફળ છે. તેઓ આવું કેમ કહે છે?
ક્રિયાથી બધું સિદ્ધ થાય છે, એવા પોતાના અભિપ્રાય મુજબ લોકને જાણીને અમે બરોબર વસ્તુ તત્વના જ્ઞાતા છીએ, એવું સ્વીકારીને સર્વ છે જ, કંઈ નથી એવું નથી. - તેઓ આવું કેમ બોલે છે?
તેઓ કહે છે – જેવી જેવી ક્રિયા, તેવા તેવા સ્વર્ગ-નરકાદિ ફળ. આવું માનનારા અન્યતીર્થિકો કે બ્રાહ્મણો ક્રિયાથી જ મોક્ષ માને છે. સંસારમાં જે કંઈ સુખ-દુઃખ છે, તે બધું આત્માએ પોતે કર્યું છે, બીજા ઈશ્વરે કે કાળે નહીં, આવું તત્ત્વ અક્રિયાવાદમાં ન ઘટે. અક્રિયાવાદમાં તો આત્માએ ન કરેલ સુખ-દુઃખ ભોગવવાનો પણ સંભવ છે. - X - આ પ્રમાણે તેઓ અક્રિયાવાદનું ખંડન કરી ક્રિયાવાદ સાધ્યો.
જૈનાચાર્ય કહે છે – આત્માને સુખ-દુઃખ છે, તે સાચું. પણ છે જ એવું - X - એકાંત માનતા તો ક્યાંય નથી એમ નહીં તે આપત્તિ આવશે, તો લોક વ્યવહારનો ઉચ્છેદ થશે. એકલી ક્રિયાથી જ્ઞાન વિના સિદ્ધિ ન થાય. - X - જ્ઞાન સહિતની ક્રિયા જ ફળદાયી છે. કહ્યું છે - પહેલું જ્ઞાન અને પછી દયા. એ રીતે બધાં સંયત રહે - અજ્ઞાની શું કરશે? પુન્ય કે પાપ કેમ જાણશે? આ રીતે જ્ઞાનનું પણ પ્રાધાન્ય છે. એકલા જ્ઞાનથી પણ સિદ્ધિ ન થાય. ક્રિયારહિત જ્ઞાન પંગુ માફક કાર્યસિદ્ધિ ન કરે,
તેથી [જૈનાચાર્ય] કહે છે-જ્ઞાન, ચરણ મળે તો મોક્ષ થાય. જ્ઞાનરહિત ક્રિયાની સિદ્ધિ અંધની જેમ ન થાય
આ પ્રમાણે જાણીને તીર્થંકર, ગણધર આદિએ મોક્ષ આ પ્રમાણે કહ્યો છે – જ્ઞાન અને ક્રિયા બંને કારણ રૂપે છે - X - તેના વડે મોક્ષ સાધ્ય છે. તેવા મોક્ષને બતાવે છે અથવા આ સમોસરણ કોણે કહ્યાં? - X –
ક્યાંય અટકે નહીં, બધું જાણે તે પ્રજ્ઞા જ્ઞાન જેમનું છે, તે તીર્થંકરોએ અનિરુદ્ધ પ્રજ્ઞાથી અનંતરોક્ત પ્રક્રિયાથી સમ્યગ્‌ પ્રતિપાદન કર્યું. ચૌદ રાજ પ્રમાણ સ્થાવર જંગમ લોકને કેવળજ્ઞાનથી જાણીને તીર્થંકર કેવલીએ તે કહ્યું છે. તેમને આધારે સાધુઓ અને શ્રાવકો આવું કહે છે. લોકોક્તિ પણ તે જ છે.
પાઠાંતર મુજબ - જેવો જેવો સમાધિમાર્ગ છે, તેવું-તેવું કહે છે તે દર્શાવે છે - સંસારવર્તી જીવોને અસાતા ઉદયથી દુઃખ અને સાતા ઉદયથી સુખ છે, તે પોતાનું કરેલ છે, કાળ કે ઈશ્વર કૃત નથી. તેનું પ્રમાણ - બધાં પૂર્વકૃત કર્મોના ફળ વિપાક છે, અપરાધ કે ઉપકાર કરનાર બીજા નિમિત્તમાત્ર છે. આવું તીર્થંકરાદિ કહે છે – જ્ઞાન-ક્રિયા સાથે મળે તો મોક્ષ મળે, બંને જુદા પડે તો નહીં. કહ્યું છે કે –
ક્રિયા વિનાનું જ્ઞાન કે જ્ઞાન વિનાની ક્રિયા નકામી છે, તે શાશ્વત મત છે કે જ્ઞાન-ક્રિયા બંને સાથે જોઈએ.
[૫૪૬] તે તીર્થકર ગણધરાદિ અતિશય જ્ઞાનીઓ આ લોકમાં ચક્ષુ માફક ચક્ષુવાળા છે, જેમ ચક્ષુ સન્મુખ રહેલા પદાર્થોને જુએ છે, તેમ તેઓ પણ યથાવસ્થિત પદાર્થોને પ્રગટ કરે છે. આ લોકમાં તે નાયક છે, સદુપદેશ દાનથી નાયકો છે. તેઓ પ્રાણીઓને સદ્‌ગતિ પમાડનાર અને અનર્થ નિવારક એવો મોક્ષમાર્ગ કહે છે.
વળી ચૌદ રાજલોક કે પંચાસ્તિકાયાત્મક લોકમાં દ્રવ્યાસ્તિકાય નય મુજબ જે શાશ્વત વસ્તુ છે, તેને તેઓ બતાવે છે. અથવા આ પ્રાણીગણ લોક સંસારમાં જેમ જેમ કાયમ છે, તે બતાવે છે. તે આ રીતે –
જેમ જેમ મિથ્યાદર્શનની વૃદ્ધિ થાય તેમ તેમ આ લોક કાયમ છે, આહારક વર્જીને બધે જ કર્મબંધ સંભવે છે તથા મહા આરંભાદિ ચાર કારણોથી જીવ નરકાયુ બાંધે ત્યાં સુધી સંસારનો ઉચ્છેદ ન થાય અથવા જેમ જેમ રાગ-દ્વેષાદિ વૃદ્ધિ થાય તેમ તેમ સંસાર પણ કાયમ રહે છે, જેમ જેમ કર્મોપચય વધે તેમ તેમ સંસારની વૃદ્ધિ જાણવી, દુષ્ટ મન-વચન-કાયાની વૃદ્ધિથી સંસારવૃદ્ધિ જાણવી. આ પ્રમાણે સંસારની અભિવૃદ્ધિ જાણવી. સંસારમાં જન્મે તે પ્રજા એટલે પ્રાણી છે. હે માનવ! મનુષ્યો જ પ્રાયઃ ઉપદેશને યોગ્ય છે. - X -
હવે ટૂંકમાં જીવોના ભેદ બતાવી તેમનું ભ્રમણ કહે છે–

Linked texts (2)