Pramāṇa · Search · About · API

Suyagada 573

Sūyagaḍa: ṭīkānusārī vivecana 573

Language
Gujarati

573

‘સૂત્રકૃત’ સૂત્ર-૫૬૫ થી ૫૬૮ :– [૧/૧૩/–/૫૬૫ થી ૫૬૮]
ઉક્ત અહંકારી સાધુ એકાંત મોહવશ સંસારે ભમે છે, તે સર્વજ્ઞોક્ત માર્ગથી બહાર છે. જે સન્માનાર્થે ઉત્કર્ષ દેખાડે છે, તે જ્ઞાનહીન અબુદ્ધ છે...
જે બ્રાહ્મણ કે ક્ષત્રિય જાતિક છે, ઉગ્રપુત્ર કે લિચ્છવી હોય, તે દીક્ષા લઈ, પરદત્ત ભોજી થઈ, ગોત્ર મદ ન કરે...
તેના જાતિ કે કુળ શરણ થતા નથી, સમ્યક્‌ સેવિત જ્ઞાનાચરણ સિવાય કોઈ રક્ષક નથી. દીક્ષા લઈને પણ જે ગૃહસ્થકર્મ સેવે છે, તે કર્મ વિમોચન માટે સમર્થ થતો નથી...
નિષ્કિંચન અને રૂક્ષજીવી ભિક્ષુ પણ જો પ્રશંસાકામી અને અહંકારી થાય, તો તે અબુદ્ધ, આજીવક પુનઃ પુનઃ વિપર્યાસ પામે છે.

Linked texts (1)