Suyagada 574
Sūyagaḍa: ṭīkānusārī vivecana 574
- Language
- Gujarati
574
વિવેચન :–૫૬૫ થી ૫૬૮
[૫૬૫] જેમ કૂટ-પાશમાં બદ્ધ મૃગ પરવશ થઈને એકાંત દુઃખી થાય છે, તેમ ભાવ-પાશ સ્નેહમય બની એકાંતે સંસારચક્રમાં ભમે છે અથવા તેમાં પ્રકર્ષથી લીન બની, અનેક પ્રકારે સંસારમાં ભમે છે તથા શબ્દાદિ કામથી કે મોહથી મોહીત થઈ બહુ પીડાવાળા સંસારમાં ડૂબે છે. આવો મૂઢ સાધુ મુનિના મૌનપદ-સંયમમાં કે જિનેશ્વરના પ્રણીતમાર્ગમાં રહેતો નથી.
હવે સર્વજ્ઞમત કહે છે - અર્થના અવિસંવાદનથી પાળે તે ગોત્ર, તેમાં સમસ્ત આગમ આધારભૂત મુનિપદમાં ન ટકે. ગોત્રમદ કરનાર પણ સાધુધર્મમાં ન ટકે. વળી જે પૂજન-સત્કારને માટે પોતાનો ગર્વ કરે, તે લાભ-પૂજા-સત્કારાદિ મદ કરતો, સર્વજ્ઞ પદમાં ન ટકે. તથા વસુ એટલે સંયમ પામીને તેમાં જ્ઞાનાદિ વડે મદ કરતો, પરમાર્થને ન જાણતો ફૂલાય છે, તે બધાં શાસ્ત્રોને ભણીને તેનો અર્થ જાણીને પણ પરમાર્થથી સર્વજ્ઞ મત જાણતો નથી.
[૫૬૬] બધાં મદસ્થાનોની ઉત્પત્તિથી આરંભીને જાતિ મદ જે બાહ્ય નિમિત્તથી નિરપેક્ષ છે, તે હવે બતાવે છે - જે જાતિથી બ્રાહ્મણ કે ક્ષત્રિય કે ઈક્ષ્વાકુ વંશાદિક હોય, તે ભેદ જ કહે છે - ઉગ્ર પુત્ર કે લેચ્છઈ - ક્ષત્રિય ભેદ વિશેષ છે, આવા ઉત્તમ કુલોત્પન્ન, સંસારના સ્વભાવને જાણીને જેણે રાજ્યાદિ ગૃહપાશ છોડીને દીક્ષા લીધી, પરદત્ત ભોજી હોય - સારી રીતે સંયમ પાળતો હોય, હરિવંશ જેવા ઉચ્ચ ગોત્રમાં ઉત્પન્ન થાય, તો પણ ગર્વ ન કરે. અભિમાન યોગ્ય - વિશિષ્ટ જાતિ વડે સર્વલોકમાં માન્ય હોય તો પણ દીક્ષા લઈ, મસ્તકાદિ મુંડિત, ભિક્ષાર્થે પરગૃહે જતા કઈ રીતે હાસ્યાસ્પદ ગર્વ કરે? અર્થાત્ આવું માન ન કરે.
[૫૬૭] આવું માન કરવું તેને લાભ માટે નથી, તે કહે છે – તે લઘુ પ્રકૃતિ, અભિમાની સાધુ જાતિ કે કુલ મદ કરતો સંસારે ભમતા રક્ષણ આપતો નથી. જાત્યાદિ અભિમાન આલોક-પરલોકમાં ગુણકારી નથી, અહીં માતાની જાતિ અને પિતાનું કુળ છે. ઉપલક્ષણથી બીજા મદ સ્થાન પણ સંસારમાં રક્ષક નથી. જે સંસારથી તારવા સમર્થ છે, તે કહે છે – જ્ઞાન અને ચારિત્ર સિવાય ક્યાંય રક્ષણની આશા નથી, આ બંનેમાં સમ્યક્ દર્શન લેતાં સારી રીતે સંસારથી પાર પામે છે. - X - આવા મોક્ષમાર્ગમાં દીક્ષા લઈને પણ કેટલાંક અપુષ્ટધર્મા સંસાર પ્રતિ જઈને ફરી-ફરીને ગૃહસ્થોચિત જાત્યાદિ મદસ્થાન, પાઠાંતરથી ગૃહસ્થકર્મ-સાવદ્યારંભ જાતિમદાદિ કરે છે. આવા તે સર્વકર્મ છોડવા સમર્થ ન થાય, નિઃશેષ કર્મ ક્ષયકારી ન થાય. દેશનિર્જરા તો બધાં જીવોને પ્રતિક્ષણ થાય છે.
[૫૬૮] ફરી અભિમાન દોષ બતાવે છે - બાહ્ય રીતે નિષ્કિંચન, ભિક્ષણશીલ, પરદત્તભોજી, અંતપ્રાંત વાલ-ચણાદિ વડે પ્રાણ ધારણ કરતો રૂક્ષજીવી પણ જો કોઈ અહંકારી હોય છે, આત્મશ્લાઘાભિલાષી હોય છે. આવો તે પરમાર્થ ન જાણતો પોતાના બાહ્યગુણોથી જીવતો ફરી ફરીને સંસારમાં જન્મ-જરા-મરણ-રોગ-શોકના દુઃખો પામે છે. તરવા પ્રવૃત્ત થવા છતાં તેમાં જ ડૂબે છે. એમ આચાર્યોએ બતાવેલ સમાધિ ન સેવનારને નુકશાન છે, હવે શિષ્યના ગુણો બતાવે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati