Pramāṇa · Search · About · API

Suyagada 586

Sūyagaḍa: ṭīkānusārī vivecana 586

Language
Gujarati

586

વિવેચન :–૫૮૪ થી ૫૮૭
[૫૮૪] જે સંસારથી ખેદ પામીને દીક્ષા લઈને નિત્ય ગુરૂકુલવાસમાં રહીને તથા શયન, આસન, ચ કારથી ગમન, આગમન, તપ, ચારિત્રાદિમાં પરાક્રમી બનીને સાધુ ઉદ્યુક્ત વિહારથી જે આચારો છે તેનાથી યુક્ત તે સુસાધુયુક્ત છે. સુસાધુ જે સ્થાને કાયોત્સર્ગાદિ કરે ત્યાં સમ્યક્‌ પડિલેહણાદિ ક્રિયા કરે. કાયોત્સર્ગમાં મેરુવત્‌ નિષ્પ્રકંપ થઈ શરીરથી નિસ્પૃહ રહે તથા શયન કરતા સંથારો, ભૂમિ અને કાયા પ્રમાર્જે, ગુરૂની આજ્ઞા લઈ સૂવે, જાગતો હોય તેમ સૂવે. આસન પર રહેતા પહેલા પૂર્વવત્‌ શરીરને સંકોચીને સ્વાધ્યાય-ધ્યાન પરાયણ થઈ સુસાધુ રહે, આ રીતે સુસાધુ ક્રિયાયુક્ત, ગુરૂકુલવાસી સુસાધુ થાય. વળી ગુરૂકુલવાસે વસતો ઈર્યાદિ પાંચ સમિતિમાં પ્રવિચારરૂપ અને ત્રણ ગુપ્તિમાં પ્રવિચાર -અપ્રવિચાર રૂપે ઉત્પન્ન પ્રજ્ઞાવાળો આગતપ્રજ્ઞ-સ્વયં કરવા - ન કરવાના વિવેકવાળો થાય. ગુરૂકૃપાથી સમિતિ-ગુપ્તિનું સ્વરૂપ પોતે સમજીને બીજાને પણ તે કેમ પાળવી તથા તેનું શું ફળ થાય તે બતાવે.
[૫૮૫] ઈર્યાસમિતિયુક્ત જે કરે તે કહે છે - વેણુ, વીણાદિના કાનને મધુર લાગતા શબ્દો સાંભળીને કે ભયાનક કાનમાં ખૂંચે તેવા શબ્દોને સાંભળીને તે સારા-માઠા શબ્દોથી આશ્રવ ન લાવે તે અનાશ્રવ. તેવા શ્રવણમાં આવેલ અનુકૂળ-પ્રતિકૂળ શબ્દમાં રાગદ્વેષરહિત મધ્યસ્થ થઈ સંયમાનુષ્ઠાની બને. તથા સારો સાધુ નિદ્રા કે પ્રમાદ ન કરે અર્થાત્‌ શબ્દાશ્રવના નિરોધથી વિષયપ્રમાદ નિષેધ્યો. નિદ્રા નિરોધથી નિદ્રા પ્રમાદ નિષધ્યો. ચ વડે વિકથા, કષાયાદિ પ્રમાદ પણ ન કરવો.
આ પ્રમાણે ગુરૂકુલવાસથી સ્થાન, શયન, આસન, સમિતિ, ગુપ્તિમાં આગતપ્રજ્ઞ સર્વે પ્રમાદ છોડીને ગુરૂના ઉપદેશથી જ ક્યારેક ચિત્તમાં વિકલ્પો થાય તો તેને દૂર કરે. અથવા મેં ગૃહિત પંચ મહાવ્રતનો ભાર દુર્વહ છે, તેને કેમ પાર પામવો? એવી શંકા ગુરૂકૃપાથી દૂર થાય અથવા મનમાં કંઈ શંકા થાય, તો તે બધી ગુરૂ પાસે રહેતા દૂર થાય છે અને બીજાઓની શંકાને પણ દૂર કરવા સમર્થ થાય છે.
[૫૮૬] વળી ગુરૂ પાસે રહેતા કદાચ પ્રમાદથી ભૂલ કરે ત્યારે વય કે પર્યાયથી નાના તેની ભૂલ માટે રોકે કે વય કે શ્રુતથી અધિક હોય તે શિખામણ આપે, જેમ કે - અમારા જેવાએ આવી ભૂલ કરવી અયુક્ત છે તથા પ્રવ્રજ્યા પર્યાય કે શ્રુતાધિક અથવા સમવયસ્ક પ્રમાદથી થયેલ ભૂલ માટે કંઈ કહે ત્યારે ક્રોધિત થાય કે - હું ઉત્તમકુલીન, સર્વજન માન્ય અને મને આ રાંકડા જેવો ધમકાવે, એમ માની - X - મિથ્યાદુષ્કૃત ન આપે, ભૂલ ન સુધારે, ‘આવું ફરી નહીં કરું’ તેવી તેની શિખામણ ન માને પણ ઉલટો જવાબ આપે, - X - એવો તે સાધુ સંસાર શ્રોતથી બહાર કાઢવા શિખામણ આપેલ હોય તો પણ સંસારનો પાર ન પામે. અથવા આચાર્યાદિ વડે સદુપદેશદાનથી પ્રમાદ દૂર કરી મોક્ષમાં લઈ જવા પ્રયત્ન કરે તો પણ તેમ ન કરતા તે સંસારનો પાર ન પામે.
[૫૮૭] સ્વપક્ષની પ્રેરણા બાદ હવે સ્વ-પરની પ્રેરણાને આશ્રીને કહે છે - કુમાર્ગે ચડેલો સાધુ, તેને કોઈ પરતીર્થિક, ગૃહસ્થ કે મિથ્યાદૃષ્ટિએ તે પ્રમાદથી સ્ખલિત થયેલ સાધુને કહ્યું - તમારા આગમમાં આવું અનુષ્ઠાન કહ્યું નથી, છતાં તમે કેમ આચરો છો? અથવા સંયમથી પતિત સાધુને, કોઈ બીજા પતિત સાધુએ કહ્યું - અરિહંત પ્રણીત આગમાનુસાર મૂલ-ઉત્તરગુણમાં સ્ખલિતને આગમ બતાવી કહ્યું - આ રીતે ઉતાવળે ચાલવાનું સાધુને જૈનધર્મમાં નથી કહ્યું. અથવા મિથ્યાદૃષ્ટિ આદિ, નાના શિષ્ય કે વૃદ્ધે કોઈ સાધુના ખોટા આચાર જોઈને શીખામણ આપી. તુ શબ્દથી સમવયસ્કે ધમકાવ્યો હોય. અથવા હલકું કામ કરનાર કે દાસીની પણ દાસી કે જે પાણી ભરનારી હોય તે ભૂલ બતાવે, તો સાધુએ ક્રોધ ન કરવો. કહે છે કે - અત્યંજ અતિ કોપ કરીને ભૂલ બતાવે તો પણ સાધુ સ્વહિતકર માની કોપે નહીં, તો બીજા કોઈ પરત્વે કોપવાનો પ્રશ્ન જ ક્યાં છે? તેમજ ગૃહસ્થોનો પણ જે ધર્મ, તે ભૂલે તો તેને ઠપકો મળે. - X - મારી ભૂલ બતાવે તેમાં મારું જ કલ્યાણ છે એમ માનતો મનમાં જરા પણ દુભાય નહીં. - તે જ કહે છે -

Linked texts (2)