Pramāṇa · Search · About · API

Suyagada 587

Sūyagaḍa: ṭīkānusārī vivecana 587

Language
Gujarati

587

‘સૂત્રકૃત’ સૂત્ર-૫૮૮ થી ૫૯૧ :– [૧/૧૪/–/૫૮૮ થી ૫૯૧]
તેના પર ક્રોધ ન કરે, વ્યથિત ન થાય, કંઈ કઠોર વચન ન બોલે, ‘હવે હું તેમ કરીશ તે મારે શ્રેયસ્કર છે’, એમ સ્વીકારી પ્રમાદ ન કરે...
જેમ વનમાં કોઈ માર્ગ ભૂલેલાને કોઈ સાચો માર્ગ બતાવે ત્યારે માર્ગ ભૂલેલો વિચારે કે આ મને જે માર્ગ બતાવે છે, તે મારા માટે શ્રેય છે...
તે માર્ગ ભૂલેલા મૂઢે અમૂઢની વિશેષરૂપે પૂજા કરવી જોઈએ. આ ઉપમા વીરે આપી છે, તેનો અર્થ જાણી સાધુ સમ્યક્‌ સત્કાર કરે...
જેમ માર્ગદર્શક પણ રાત્રિના અંધકારમાં ન જોઈ શકવાથી માર્ગ નથી જાણતો, તે સૂર્યોદય થતાં પ્રકાશિત માર્ગ જાણે છે–

Linked texts (2)