Suyagada 588
Sūyagaḍa: ṭīkānusārī vivecana 588
- Language
- Gujarati
588
વિવેચન :–૫૮૮ થી ૫૯૧
[૫૮૮] આ રીતે સ્વ કે પર પક્ષે ભૂલ બતાવી હોય ત્યારે આત્મહિત માનતો ક્રોધ ન કરે, તેમ કોઈ દુર્વચનો કહે તો પણ ન કોપે. પણ વિચારે કે - ડાહ્યાને ધમકાવે ત્યારે - તત્ત્વાર્થની વિચારણા કરે, જો તે સત્ય છે તો શા માટે કોપવું, જો તે ખોટું છે, તો કોપવાથી શું? તથા બીજા પોતાનાથી કોઈ અધમ પણ જૈન માર્ગાનુસારે કે લોકાચારથી બોધ આપ્યો હોય, તો પરમાર્થ વિચારી તેને દંડથી મારે નહીં કે કઠોર વચન ન કહે, પણ વિચારે કે મેં આવું અકાર્ય કર્યું તો આ મને નિંદે છે ને? એ પ્રમાણે મધ્યસ્થવૃત્તિથી વર્તે અને મિથ્યાદુષ્કૃતાદિ આપે. મને પ્રેરણા કરી તો સારુ કર્યુ તેમ માને. ફરી પ્રમાદ ન કરે કે અસત્ આચરણ ન કરે.
- આ અર્થનું દૃષ્ટાંત બતાવે છે–
[૫૮૯] મોટી અટવીમાં દિશા ભૂલવાથી કોઈ સત્ માર્ગથી ભ્રષ્ટ થાય, ત્યારે કોઈ દયાળુ, સાચા-ખોટા માર્ગનો જ્ઞાતા. કુમાર્ગ છોડાવીને સર્વ અપાય રહિત સાચા માર્ગને બતાવે; તેમ સારા-ખોટાનો વિવેકી સન્માર્ગ બતાવે ત્યારે તેનો ઉપકાર માનવો અને ભૂલ બતાવે તો કોપવું નહીં, પણ આ મારો ઉપકારી છે, તેમ માનવું. જેમ પુત્રને પિતા સન્માર્ગે ચડાવે તેમ આ મને સન્માર્ગ દેખાડે છે, તે મારા માટે કલ્યાણકારી છે, તેમ માને.
[૫૯૦] વળી આ અર્થની પુષ્ટિ કરે છે - X - જેમ તે ભૂલા પડેલા મૂઢને સારા માર્ગે ચડાવનાર તે ભીલ આદિનો સન્માર્ગ દેખાડેલ હોવાથી પરમ ઉપકાર માની વિશેષથી પૂજા કરવી યુક્ત છે, તેમ તીર્થંકરો કે અન્ય ગણધર આદિ પરમાર્થથી પ્રેરણા કરી પરમ ઉપકાર કરનારનું બહુમાન કરતા વિચારવું જોઈએ કે આમણે મને મિથ્યાત્વરૂપ જન્મ, જરા, મરણાદિ અનેક ઉપદ્રવવાળા વનમાંથી સદુપદેશ દાનથી ઉગાર્યો. તેથી મારે આ પરમોપકારીને અભ્યુત્થાન, વિનયાદિથી પૂજવા જોઈએ.
આવા ઘણાં દૃષ્ટાંતો છે–
જેમકે - અગ્નિ જ્વાલાકુલ ઘરમાં બળતા સૂતાને કોઈ જગાડે તો તેનો પરમબંધુ છે. વિષયુક્ત સ્નિગ્ધ ભોજન કરનારને કોઈ, તેમાં રહેલ ઝેર છે તે બતાવે, તે તેનો પરમબંધુ જાણવો.
[૫૯૧] આ સૂત્ર વડે બીજું દૃષ્ટાંત કહે છે - જેમ જલયુક્ત વાદળમયી ઘણાં અંધકારવાળી રાત્રિમાં અટવીનો ભોમીયો પણ જાણીતો માર્ગ છતાં અંધકારયુક્ત માર્ગને કારણે પોતાના હાથને પણ ન જોતો, માર્ગ કઈ રીતે શોધે? તે જ ભોમીયો સૂર્ય ઉગતા, અંધકાર દૂર થતા, પ્રકાશિત દિશામાં પર્વત, ખાડાદિ ઊંચો-નીચો માર્ગ જાણે છે, પ્રત્યક્ષ જણાતા સીધા માર્ગને શોધી લે છે. માર્ગના ગુણ-દોષ જાણી, સમ્યગ્ માર્ગે જાય છે.
દૃષ્ટાંતનો મર્મ–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati