Suyagada 591
Sūyagaḍa: ṭīkānusārī vivecana 591
- Language
- Gujarati
591
‘સૂત્રકૃત’ સૂત્ર-૫૯૬ થી ૫૯૯ :– [૧/૧૪/–/૫૯૬ થી ૫૯૯]
તે ભિક્ષુ અર્થની સમીક્ષા કરીને પ્રતિભાવાન્ અને વિશારદ થઈ જાય છે, તે આદાનાર્થી મુનિ તપ અને સંયમ પામીને, શુદ્ધ નિર્વાહથી મોક્ષ મેળવે છે...
જે સમ્યક્ પ્રકારે ધર્મ જાણીને તેની પ્રરૂપણા કરે છે, તે બુદ્ધ કર્મોનો અંત કરે છે, તે પૂછેલા પ્રશ્નોના વિચારીને ઉત્તર આપી પોતાને તથા બીજાને સંસારથી છોડાવે છે, તથા સ્વયં સંસારનો પાર પામે છે...
પ્રાજ્ઞ સાધુ અર્થને છૂપાવે નહીં, અપસિદ્ધાંત પ્રતિપાદન ન કરે. માન ન કરે, આત્મપ્રશંસા ન કરે, પરિહાસ ન કરે કે આશીર્વચન ન કહે...
જીવહિંસાની શંકાથી પાપની ધૃણા કરે, મંત્ર પદોથી ગૌત્રનો નિર્વાહ ન કરે. પ્રજાજનો પાસેથી કોઈ વસ્તુની ઈચ્છા ન કરે કે અસાધુધર્મનો ઉપદેશ ન આપે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati