Pramāṇa · Search · About · API

Suyagada 598

Sūyagaḍa: ṭīkānusārī vivecana 598

Language
Gujarati

598

[નિર્યુક્તિ–૧૩૨ થી ૧૩૬]
અથવા ‘જમતીય’ એવું આ અધ્યયનનું નામ છે અને તે આદાનપદ વડે આદિમાં લઈએ તે આદાન. તે જ ‘ગ્રહણ’ કહેવાય. તે આદાન-ગ્રહણનો નિક્ષેપો કહે છે - કાર્યના અર્થી વડે લેવાય તે આદાન. - X - લઈએ, ગ્રહણ કરીએ, સ્વીકારીએ એ રીતે વિવક્ષા કરીને, આદાનનો પર્યાય ‘ગ્રહણ’ છે. તે આદાન અને ગ્રહણના નિક્ષેપા બે ચતુષ્કમાં થાય.
જેમકે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આદાન. તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્ય આદાન-ધન છે, કેમ કે ગૃહસ્થો બધાં કાર્ય છોડી, મહા ક્લેશથી તે મેળવે છે, તેના વડે દ્વિપદ, ચતુષ્પદાદિ ખરીદે છે.
ભાવાદાન બે ભેદે-પ્રશસ્ત, અપ્રશસ્ત તે ક્રોધાદિ ઉદય કે મિથ્યાત્વ, અવિરતિ આદિ. પ્રશસ્ત તે ઉત્તરોત્તર ગુણશ્રેણિ વડે વિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્તિ કે સમ્યગ્‌ જ્ઞાનાદિ. આ અધ્યયન આ વિષયને જ બતાવે છે. ‘ગ્રહણ’ ના પણ નામાદિ ચાર નિક્ષેપા છે. તેનો ભાવાર્થ આદાન મુજબ જાણવો. ‘ગ્રહણ’ શબ્દ નૈગમાદિ નય અભિપ્રાય વડે આદાન પદ સાથે લેતા શક્ર-ઈન્દ્ર માફક એકાર્થક છે. શબ્દાદિ નયથી જુદા-જુદા અર્થ થાય. અહીં ‘આદાન’ આશ્રિત કથન છે. માટે ‘આદાન’ નામ રાખ્યું, અથવા જ્ઞાનાદિને આશ્રીને આદાનીય નામ છે.
આદાનીયનું બીજું પ્રવૃત્તિ-નિમિત્ત કહે છે - શ્લોકના પ્રથમ પદ અને પાછલાના છેલ્લા પદ, તે બંનેના શબ્દ, અર્થ, ઉભયથી - X - આદાનીય થાય છે. આદ્યન્ત પદ સદૃશત્વથી ‘આદાનીય’ થાય છે. આ આદાનીય નામની પ્રવૃત્તિનો અભિપ્રાય છે. અથવા અન્ય વિશિષ્ટ જ્ઞાનાદિ આદાનીય રૂપે લીધા છે. કેટલાંક આ અધ્યયનના અંત-આદિ પદોનું સંકલન કરવાથી ‘સંકલિકા’ નામ રાખે છે. તેના પણ નામાદિ ચાર નિક્ષેપા છે. તેમાં દ્રવ્ય સંકલિકા સાંકળ આદિ, ભાવ સંકલિકા-ઉત્તરોત્તર વિશિષ્ટ અધ્યવસાય સંકલન છે, એ જ આ અધ્યયન છે. આદિ અને અંતના પદોનું સંકલન કરે છે.
જેમના મતે - X - આદિમાં પદ તે આદાન છે, તેઓ આદિના ચાર નિક્ષેપ કહે છે. તેમાં નામ, સ્થાપના સુગમ હોવાથી દ્રવ્યાદિને કહે છે. દ્રવ્યનો પરમાણુ આદિનો જે સ્વભાવ છે, પોતાના સ્થાનમાં પ્રથમ થાય, તે દ્રવ્યાદિ. દહીં દ્રવ્ય-દૂધનું બને છે. દહીંની આદિ પરિણતિ સમયે દૂધનો વિનાશ છે. એ રીતે બીજા પરમાણુ દ્રવ્યનો જે પર્યાય પ્રથમ ઉત્પન્ન થાય, તે દ્રવ્યાદિ.
- પ્રશ્ન - દૂધના વિનાશ સમયે જ દહીંની ઉત્પત્તિ કઈ રીતે ઘટે? - કેમકે ઉત્પાદ અને વિનાશ ભાવ-અભાવરૂપ વસ્તુ ધર્મો છે. ધર્મ ધર્મી વિના રહી ન શકે. ઈત્યાદિ - X - એક જ ક્ષણમાં ધર્મી દહીં-દૂધમાં સત્તા પામે તે જોયું નથી.
- ઉત્તર - આ દોષ અમને ન લાગે જે વાદીઓ ક્ષણભંગુર વસ્તુ માને છે. તેને આ દોષ છે. [ઈત્યાદિ વાદ-વૃત્તિ આધારે જાણીને તજજ્ઞ પાસે સમજવો.]
હવે ભાવ આદિને આશ્રીને કહે છે - ભાવ એટલે અંતઃકરણની પરિણતિ-વિશેષ. તીર્થંકર, ગણધર બતાવે છે કે - તે આગમથી, નોઆગમથી છે. તેમાં નોઆગમથી પ્રધાન પુરૂષાર્થપણે વિચારતા પાંચ પ્રકારે છે - પ્રાણાતિપાત આદિ પાંચે મહાવ્રતોનો સ્વીકારવાનો પ્રથમ સમય આગમથી ભાવ-આદિ આ પ્રમાણે - જે આ ગણિપિટક અથવા બધાનો આધાર તે દ્વાદશાંગી છે. તુ શબ્દથી અન્ય ઉપાંગાદિ લેવા. તે પ્રવચનનું જે આદિ સૂત્ર, સૂત્રનો આદિ શ્લોક, તેનું આદિ પદ, પદનો આદિ અક્ષર એ પ્રમાણે ઘણાં પ્રકારે ભવાદિ છે.
તે બધાં પ્રવચનમાં સામાયિક આદિ છે, તેમાં પણ કરેમિ આદિ છે. બાર અંગોમાં આચારાંગ આદિ છે, તેમાં શસ્ત્રપરિજ્ઞા આદિ છે - X - ઈત્યાદિ. - X - સમજવું. હવે - X - X - સૂત્ર કહે છે–

Linked texts (1)