Suyagada 597
Sūyagaḍa: ṭīkānusārī vivecana 597
- Language
- Gujarati
597
ભૂમિકા :– હવે ચૌદમા અધ્યયન પછી પંદરમાંનો આરંભ કરે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં બાહ્ય-અભ્યંતર ગ્રંથનો ત્યાગ બતાવ્યો. ગ્રંથ ત્યાગથી સાધુ ‘આયતચારિત્રી’ થાય છે. તેથી જેવો આ સાધુ સંપૂર્ણ આયત ચારિત્રતા સ્વીકારે છે, તે આ અધ્યયનમાં કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપક્રમમાં આ અર્થાધિકાર છે. સાધુએ આયતચારિત્રી થવું. નામનિષ્પન્ન નિક્ષેપે આદાનીય એ નામ છે. [‘આદાન’, ‘સંકલિકા’ અને ‘જમતીય’ એવા નામો પણ જોવા મળે છે.] મોક્ષાર્થી સર્વ કર્મક્ષય માટે જે જ્ઞાનાદિ મેળવે છે, તે અહીં કહેવાયા છે, માટે આદાનીય એવું નામ સ્થાપ્યું છે. પર્યાયદ્વારથી ‘સુગ્રહ’ નામ થાય છે, તેથી આદાન શબ્દના અને તેના પર્યાય ગ્રહણ શબ્દના નિક્ષેપા માટે નિર્યુક્તિકાર કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati