Suyagada 602
Sūyagaḍa: ṭīkānusārī vivecana 602
- Language
- Gujarati
602
વિવેચન :–૬૧૧ થી ૬૧૪
[૬૧૧] જેનો આત્મા સમ્યક્ પ્રણિધાન લક્ષણ-ભાવના યોગ વડે શુદ્ધ છે, તે તથા દેહ ભિન્ન આત્મા ભાવનાર, સંસાર સ્વભાવને છોડીને, જેમ નાવ જળની ઉપર રહે તેમ સંસારમાં રહે છે. જેમ નાવ જેમ જળમાં ન ડૂબે તેમ શુદ્ધાત્મા પણ સંસારમાં ડૂબતો નથી. જેમ નાવ ખલાસીથી ચલાવાતી અને અનુકૂળ વાયુથી કિનારે પહોંચે, તેમ આ સાધુ રાગ-દ્વેષ છોડીને પાર પહોંચે. એ રીતે આયત ચારિત્રી જીવરૂપી વહાણ, આગમરૂપ ખલાસી, તપરૂપ વાયુથી સર્વ દુઃખાત્મક સંસારથી મોક્ષ રૂપી કિનારે પહોંચે છે.
[૬૧૨] તે ભાવના યોગ શુદ્ધાત્મા નાવ માફક જલરૂપ સંસારમાં રહેલો મન-વચન-કાયાના અશુભ વ્યાપારોથી છૂટે છે. અથવા સર્વ બંધનોથી મૂકાય છે - સંસારથી દૂર જાય છે. તે મેધાવી કે વિવેકી આ ચૌદ રાજ-લોક અથવા જીવસમૂહ લોકમાં જે કંઈ સાવદ્યાનુષ્ઠાન રૂપ કાર્યો કે આઠ પ્રકારના કર્મો, તેને જ્ઞ-પરિજ્ઞાથી જાણે, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે. તે જ લોક કે કર્મને જાણતો નવા કર્મો ન બાંધતો, આશ્રવદ્વાર બંધ કરીને, તીવ્ર તપાચરણથી પૂર્વસંચિત કર્મોને તોડે છે, સંવર તથા સર્વ નિર્જરા કરે છે.
[૬૧૩] કેટલાંક માને છે કે - કર્મક્ષયથી મોક્ષ થયા પછી પણ પોતાના તીર્થની હાનિ થતી જોઈને ફરી સંસારમાં આવે છે - તેનું સમાધાન
તે સંપૂર્ણ ક્રિયારહિતને યોગ વ્યાપાર અભાવે - X - નવા કર્મો બંધાતા નથી. કર્મ અભાવે સંસારમાં આગમન કેમ થાય? - X - તે મુક્તાત્મા રાગદ્વેષ તથા સ્વ-પરની કલ્પનાનો અભાવ છે. સ્વદર્શન હાનિનો આગ્રહ પણ નથી. આવા ગુણવાળો કર્મો, તેના કારણ અને ફળને જાણે છે. કર્મની નિર્જરાને પણ જાણે છે - X - કર્મના પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશને પણ જાણે છે - X - ભગવંતના કર્મનું વિજ્ઞાન, કર્મબંધ, તેનો સંવર અને નિર્જરાનો ઉપાય જાણે છે. આ મહા-વીર કર્મ વિદારવા માટે એવું કરે છે જેથી આ સંસારમાં ફરી જન્મવું ન પડે, મરવું પણ ન પડે. અથવા જાતિ વડે આ નારક છે, તિર્યંચ છે એમ ન મનાય. આ સંસાર ભ્રમણનાં કારણોના અભાવને કહેવાથી જૈનેતર મત - X - નું ખંડન કરીને જણાવ્યું કે સંસારનું સ્વરૂપ જાણીને તેનો અભાવ કરાય છે, કોઈ અનાદિથી સિદ્ધ નથી. - X -
[૬૧૪] કયા કારણે જાતિ આદિથી ઓળખાતો નથી? આ મહા-વીર સંપૂર્ણ કર્મક્ષયથી જાત્યાદિથી ઓળખાતો નથી, મરતો નથી, જાતિ-જરા-મરણ-રોગ-શોકરૂપ સંસારચક્રે ભમતો નથી. કેમકે - જાતિ વગેરે તેને જ હોય, જેને પૂર્વના કર્મો બાકી હોય. પણ જે ભગવંત મહા-વીરને આશ્રવદ્વારના નિરોધથી પૂર્વકૃત્ કર્મો કે તેના ઉપાદાન કારણો વિદ્યમાન નથી. તેના જન્મ-જરા-મરણ સંભવ નથી, આશ્રવોમાં મુખ્ય સ્ત્રી છે, તેથી કહે છે - સતત વહેતો વાયુ અગ્નિ જ્વાળાને ઓળંગી જાય છે, તેનાથી પરાભૂત થતો નથી, તેમ મનુષ્ય લોકમાં પ્રિયા-પત્ની દુરતિક્રમ્ય છે, તેમનાથી પણ તે જીતાતો નથી. તેનું સ્વરૂપ જાણીને સ્ત્રીનો જય કરવાથી વિપાક ભોગવવા પડતા નથી.
કહ્યું છે - સ્મિત, ભાવ, મદ, લજ્જા, પરાંગમુખ, કટાક્ષ, વચન, ઈર્ષ્યા, કલહ, લીલા આદિ ભાવોથી સ્ત્રીઓ પુરૂષને બંધનરૂપ છે. વળી સ્ત્રીને માટે ભાઈઓ કે સંબંધીમાં ભેદ પડે છે, સ્ત્રી માટે લડીને રાજવંશ નાશ પામ્યા છતાં કામભોગ પ્રાપ્ત થયા નથી. આ પ્રમાણે સ્ત્રીનું સ્વરૂપ જાણી, તેનો જય કરે છે, પણ સ્ત્રીથી જીતાતો નથી. સ્ત્રીને આશ્રવનું દ્વાર કેમ કહ્યું? જીવહિંસા આદિ આશ્રવ વડે કેમ ન કહ્યું? તેનો ઉત્તર આપે છે.
કેટલાંકના દર્શનમાં સ્ત્રી ભોગોને આશ્રવદ્વાર કહેલ નથી. જેમકે - માંસ ભક્ષણમાં, દારૂમાં, મૈથુનમાં કોઈ દોષ નથી - X - તેમના મતના ખંડન માટે અથવા મધ્યના તીર્થંકરોમાં ચતુર્યામ ધર્મ છે, અહીં પાંચ યામ ધર્મ છે, તેથી આ અર્થને દર્શાવવા માટે અથવા બીજા મહાવ્રતોમાં અપવાદ છે, ચોથું વ્રત નિરપવાદ છે, તે બતાવવા સ્ત્રી-આશ્રવ કહ્યો. અથવા બધાં વ્રતો તુલ્ય છે, એકના ખંડનથી બધાંની વિરાધના છે માટે કોઈ એકને લઈને ઉપદેશ કર્યો. હવે સ્ત્રી આશ્રવનો નિરોધ કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati