Pramāṇa · Search · About · API

Suyagada 609

Sūyagaḍa: ṭīkānusārī vivecana 609

Language
Gujarati

609

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૨૭ થી ૬૩૧ :– [૧/૧૫/–/૬૨૭ થી ૬૩૧]
કાશ્યપે તે અનુત્તર સ્થાન બતાવેલ છે, જેના આચરણથી, કોઈ નિવૃત્ત થઈને તે પંડિત મોક્ષ પામે છે...
જ્ઞાની પુરૂષ કર્મને વિદારવા સમર્થ વીર્ય મેળવી પૂર્વકૃત્‌ કર્મનો નાશ કરે, નવા કર્મ ન બાંધે...
મહા-વીર અનુપૂર્વ કર્મ-રજનો બંધ ન કરે, તે રજ ની સંમુખ થઈને કર્મક્ષય કરી જે મત છે, તે પ્રાપ્ત કરે છે.
સર્વ સાધુમાન્ય મત શલ્યરહિત છે, તેને સાધી જીવો તર્યા કે દેવ થયા છે. સુવ્રતી, ધીર થયા છે અને થશે તેઓ સ્વયં દુર્નિબોધ માર્ગનો અંત પ્રગટ કરી તરી જાય છે- તેમ હું કહું છું

Linked texts (2)