Pramāṇa · Search · About · API

Suyagada 608

Sūyagaḍa: ṭīkānusārī vivecana 608

Language
Gujarati

608

વિવેચન :–૬૨૩ થી ૬૨૬
[૬૨૩] અમનુષ્યો તેવી સામગ્રીના અભાવે સર્વ દુઃખોનો અંત કરી શકતા નથી. કોઈ વાદી કહે છે - દેવો જ ઉત્તરોત્તર સ્થાન પ્રાપ્તિથી સંપૂર્ણ ક્લેશોનો નાશ કરે છે. જૈનદર્શન એવું માનતું નથી. ભગવંતે ગણધરાદિ સ્વશિષ્યોને કે ગણધરાદિએ કહ્યું છે - X - X - આ જીવને મનુષ્ય જન્મ મળવો ઘણો દુર્લભ છે. કદાચ કર્મવિવરથી મોક્ષ યોગ્ય દેહ મળે. કહ્યું છે કે - ખરજવા કે વીજળીના પ્રકાશ માફક મનુષ્ય જન્મ ક્ષણવારમાં નાશ પામે છે, જેમ અગાધ સમુદ્રમાં પડેલ રત્ન મળતું નથી.
[૬૨૪] આ મનુષ્ય ભવથી કે સદ્ધર્મથી વિધ્વંસ થતા નિષ્પુણ્યને ફરી આ સંસારમાં ભમતા, સમ્યગ્‌દર્શન પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, ઉત્કૃષ્ટથી અપાર્ધ પુદ્‌ગલ પરાવર્ત કાળે તે થાય છે તથા સમ્યગ્‌દર્શન પ્રાપ્તિ યોગ્ય લેશ્યા-અંતઃકરણ પરિણતિ અથવા અર્ચા - મનુષ્ય જન્મ - X - આર્યક્ષેત્ર,સુકુલમાં જન્મ,સર્વ ઈન્દ્રિય સામગ્રી આદિ દુર્લભ છે. જીવોને જે ધર્મરૂપ અર્થ બતાવે છે, જે ધર્મ કહેવા યોગ્ય છે. તેથી અર્ચા દુર્લભ છે.
[૬૨૫] જે મહાપુરૂષ વીતરાગ - X - સર્વ જગત્‌ને દેખનારા છે, તેઓ પરહિત કરવામાં એકાંત રક્ત છે, તેઓ સર્વ ઉપાધિ રહિત શુદ્ધ, નિર્મળ ધર્મ કહે છે અને પોતે પણ આચરે છે અથવા આયત ચારિત્રના સદ્‌ભાવથી સંપૂર્ણ યથાખ્યાત ચારિત્રરૂપ, તેવો અનન્યસદૃશ ધર્મ કહે છે અને પાળે છે. આવા અનન્યસદૃશ જ્ઞાન-ચારિત્ર યુક્ત જે સર્વ રાગ-દ્વેષ રહિત પરમ સ્થાનને પામનારને ફરી જન્મવાનું ક્યાંથી હોય? જન્મ-મરણ રૂપ કથા સ્વપ્નમાં પણ કર્મબીજ અભાવે ક્યાંથી હોય? કહ્યું છે.
- બીજ અત્યંત બળી ગયા પછી તેમાં અંકુર ન ફૂટે, તેમ કર્મબીજ બળી ગયા પછી તેમાં ભવ અંકુર ન ઉગે.
[૬૨૬] વળી કર્મબીજના અભાવે કેવી રીતે ક્યારેય પણ જ્ઞાન સ્વરૂપ, અપુનરાવૃત્તિમાં ગયેલા તેવા આ સંસારમાં અશુચિમય ગર્ભમાં ઉત્પન્ન થાય? અર્થાત્‌ - X - તેવા કર્મોના અભાવે ઉત્પન્ન ન જ થાય. તથા તીર્થંકર, ગણધરને નિદાન બંધનરૂપ પ્રતિજ્ઞા નથી માટે તે અનિદાના-નિરાશંસા છે. જીવોનું હિત કરવામાં ઉદ્યત, અનુત્તર જ્ઞાનથી અનુત્તર, પ્રાણીઓને સારા-ખોટા અર્થ નિરૂપણ કરવાથી ચક્ષુ જેવા, હિત પ્રાપ્તિ-અહિત ત્યાગ કરાવનારા એવા સર્વલોકોને લોચન ભૂત એવા તે તીર્થંકર, સર્વજ્ઞો હોય છે.

Linked texts (2)