Pramāṇa · Search · About · API

Suyagada 640

Sūyagaḍa: ṭīkānusārī vivecana 640

Language
Gujarati

640

[નિર્યુક્તિ–૧૬૫ થી ૧૬૮]
જે કરાય તે ક્રિયા, તે કર્મબંધના કારણરૂપે આવશ્યક સૂત્રના પ્રતિક્રમણ અધ્યયનમાં સૂત્રરૂપે તેરસહિં કિરિયાઠાણેહિં છે. અથવા આ અધ્યયનમાં ‘ક્રિયા’ કહી છે, માટે તેનું નામ ‘ક્રિયાસ્થાન’ છે. તે ક્રિયાસ્થાન સંસારીને હોય, સિદ્ધોને નહીં. ક્રિયાવંતો શેનાથી બંધાય કે શેનાથી મૂકાય છે, તે દ્વારા અધ્યયનનો અર્થ અધિકાર ફરીને કહ્યો - બંધ અને મોક્ષમાર્ગ-નામ સ્થાપના સુગમ છે, દ્રવ્યાદિ ક્રિયા કહે છે–
દ્રવ્ય-દ્રવ્ય વિષયમાં જે ક્રિયા-જીવ કે અજીવમાં કંપન કે ચલનરૂપ છે, તે દ્રવ્યક્રિયા. તે પ્રયોગ કે વિસ્રસાથી થાય. તે પણ ઉપયોગ પૂર્વિકા અથવા અનુયોગ પૂર્વિકા - આંખનું ફરકવું વગેરે, તે બધી દ્રવ્યક્રિયા છે.
ભાવક્રિયા - આ પ્રમાણે - પ્રયોગ, ઉપાય, કરણીય, સમુદાન, ઈર્યાપથ, સમ્યક્ત્વ, સમ્યગ્‌ મિથ્યાત્વ અને મિથ્યાત્વ એ આઠ ક્રિયા છે.
પ્રયોગ ક્રિયા - મન, વચન, કાય લક્ષણા ત્રણ પ્રકારે છે. તેમાં સ્ફૂરાયમાન થતાં મનોદ્રવ્યો વડે જે આત્માનો ઉપયોગ, એ જ રીતે વચન-કાયા પણ કહેવા. તેમાં શબ્દ બોલતા વચન તથા કાયા બંનેનો ઉપયોગ થાય છે. - X - પણ જવા-આવવાની ક્રિયા તો કાયાથી જ થાય છે.
ઉપાય ક્રિયા - જે ઉપાયથી ઘડો વગેરે કરે તે. જેમકે માટીને ખોદવી, મસળવી, ચક્ર ઉપર મૂકવી, દંડ ફેરવવો ઈત્યાદિ ઉપાયો તે ઉપાય ક્રિયા.
કરણીય ક્રિયા - જે કાર્ય જે પ્રકારે કરવું જોઈએ. તેને તે પ્રકારે કરે, જેમકે માટીના પિંડાદિથી જ ઘડો બને, રેતી કે કાંકરીથી ન બને તે.
સમુદાન ક્રિયા - જે કાર્ય પ્રયોગથી સમુદાયની અવસ્થામાં લેતા તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશરૂપે જે ક્રિયા વડે વ્યવસ્થા થાય તે સમુદાનક્રિયા. આ ક્રિયા મિથ્યાદૃષ્ટિથી આરંભીને સૂક્ષ્મસંપરાય સુધી છે.
ઈર્યાપથ ક્રિયા - ઉપશાંત મોહથી સયોગીકેવલી સુધી હોય છે.
સમ્યક્ત્વ ક્રિયા - સમ્યગ્‌દર્શન યોગ્ય ૭૭ કર્મ પ્રકૃતિ જેનાથી બંધાય.
સમ્યક્‌-મિથ્યાત્વ ક્રિયા - તેને યોગ્ય ૭૪ પ્રકૃતિ જેનાથી બંધાય તે.
મિથ્યાત્વક્રિયા - બધી - ૧૨૦ - પ્રકૃતિ જેનાથી બંધાય તે.
– હવે સ્થાનના નિક્ષેપા કહે છે - આચારાંગના બીજા લોકવિજય નામે અધ્યયનમાં ‘સ્થાન’ શબ્દ વિશે વિસ્તાર છે, તે ત્યાં જોવો.
અહીં જે ક્રિયા વડે તથા જે સ્થાન વડે અધિકાર છે, તે કહે છે - ક્રિયામાં જે સામુદાનિકા ક્રિયા બતાવી, તે કષાયવાળી હોવાથી તેના ઘણાં ભેદો છે. તેનો આ અધ્યયનમાં અધિકાર છે. સમ્યક્‌ પ્રયુક્ત ભાવસ્થાન તે અહીં વિરતિરૂપ સંયમસ્થાન - X - લીધેલ છે. સમ્યક્‌ પ્રયુક્ત ભાવસ્થાનથી ઐર્યાપથિકી ક્રિયા પણ લેવી. સામુદાનિકા ક્રિયા લેવાથી અપ્રશસ્ત ભાવસ્થાનો પણ લેવા. - X - વાદીઓને પણ અહીં ગણી લેવા. જે બધું - X - સૂત્રકાર કહેશે. - X - નિર્યુક્તિ અનુગમ કહ્યો, હવે સૂત્ર કહે છે–

Linked texts (1)