Pramāṇa · Search · About · API

Suyagada 641

Sūyagaḍa: ṭīkānusārī vivecana 641

Language
Gujarati

641

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૪૮ :– [૨/૨/–/૬૪૮]
મેં સાંભળેલ છે કે, તે આયુષ્યમાન્‌ ભગવંતે આ પ્રમાણે કહ્યું છે - અહીં ‘ક્રિયાસ્થાન’ નામક અધ્યયન કહ્યું છે. તેનો અર્થ આ છે - આ લોકમાં સંક્ષેપથી બે સ્થાન કહ્યા છે - ધર્મ અને અધર્મ, ઉપશાંત અને અનુપશાંત.
તેમાં પ્રથમ સ્થાન અધર્મપક્ષનો આ અર્થ કહ્યો છે - આ લોકમાં પૂર્વાદિ છ દિશામાં અનેકવિધ મનુષ્યો હોય છે. જેમકે - કોઈ આર્ય કે અનાર્ય, ઉચ્ચગોત્રી કે નીચગોત્રી, મહાકાય કે લઘુકાય, સુવર્ણા કે દુવર્ણા, સુરૂપા કે દુરૂપા.
તેઓમાં આ આવો દંડ-સમાદાન જોવા મળે છે. જેમ કે - નારકો-તિર્યંચો-મનુષ્યો અને દેવોમાં, જે આવા વિજ્ઞપ્રાણી સુખ-દુઃખ વેદે છે.
તેઓમાં અવશ્ય આ તેર ક્રિયાસ્થાનો હોય છે, તેમ કહ્યુ છે. તે આ પ્રમાણે - અર્થદંડ, અનર્થદંડ, હિંસાદંડ, અકસ્માતદંડ, દૃષ્ટિવિપર્યાસ દંડ, મૃષાપ્રત્યયિક, અદત્તાદાનપ્રત્યયિક, અધ્યાત્મપ્રત્યયિક, માનપ્રત્યયિક, મિત્રદ્વેષપ્રત્યયિક, માયાપ્રત્યયિક, લોભપ્રત્યયિક અને ઈર્યા પ્રત્યયિક.

Linked texts (1)