Pramāṇa · Search · About · API

Suyagada 65

Sūyagaḍa: ṭīkānusārī vivecana 65

Language
Gujarati

65

વિવેચન :– ૧૯
ઘરમાં વસનાર-ગૃહસ્થ, વનમાં રહેનાર-તાપસ આદિ અને દીક્ષા લીધેલા-શાક્ય આદિ એવું કહે છે કે અમારા દર્શન-મતમાં આવેલા સર્વ દુઃખોથી મુક્ત થાય છે, તે આ રીતે – ‘‘પાંચભૂત’’, ‘‘તે જીવ - તે શરીર’’ - માનનારા વાદીઓનો આવો અભિપ્રાય છે કે અમારા દર્શનનો આશ્રય કરનારા ગૃહસ્થો હોય તો પણ માથુ અને દાઢીમૂછ મુંડાવે, દંડ રાખે, જટા રાખે, કષાયી વસ્ત્રો પહેરે, કેશલુંચન કરે, તપ કરે ઈત્યાદિથી કાય ક્લેશરૂપ દુઃખોથી મુક્ત થાય છે. તથા કહે છે કે – તપ કરવો તે વિવિધ યાતના છે, સંયમ એ ભોગ-વંચના છે, અગ્નિહોત્રાદિ કર્મ તો બાલક્રીડા સમાન છે. સાંખ્ય આદિ મોક્ષવાદી આ પ્રમાણે કહે છે–
જેઓ અમારું દર્શન, અકતૃત્વ આત્મ અદ્વૈત, પાંચસ્કંધ આદિ માનનારા અને દીક્ષા લેનારા છે, તે બધાં જન્મ; જરા, મરણ, ગર્ભ પરંપરા, એ અનેક શારીરિક, માનસિક તીવ્ર અશાતા ઉદયરૂપ દુઃખોથી મુક્ત થાય છે. સકલ દ્વન્દ્વથી મુક્ત એવો મોક્ષ મેળવે છે. હવે સૂત્રકારશ્રી તેઓના અફલવાદીત્વને જણાવે છે–

Linked texts (2)