Pramāṇa · Search · About · API

Suyagada 652

Sūyagaḍa: ṭīkānusārī vivecana 652

Language
Gujarati

652

વિવેચન :–૬૫૩
હવે પાંચમું દંડ સમાદાન દૃષ્ટિવિપર્યાસદંડ પ્રત્યયિક કહેવાય છે. જેમકે - કોઈ પુરૂષ ચારભટ્ટાદિ [યોદ્ધો] માતા, પિતા આદિ સાથે રહેતો હોય, જ્ઞાતિના પાલન માટે તે મિત્રને દૃષ્ટિ વિપર્યાસ [ભૂલ] થી અમિત્ર માનીને હણે. તે દૃષ્ટિ વિપર્યાસતાથી મિત્રને જ મારે, તે દૃષ્ટિ વિપર્યાસ દંડ છે.
બીજી રીતે કહે છે - જેમ કોઈ પુરૂષ લડાઈમાં ગામ આદિ ઉપર હુમલો કરે ત્યારે ભ્રાંત ચિત્તથી દૃષ્ટિ વિપર્યાસ થકી જે ચોર નથી તેને ચોર માનીને હણે. એ રીતે ભ્રાંત મનથી વિભ્રમથી આકુળ થઈ અચોરને જ હણે છે. તેથી આ દૃષ્ટિ વિપર્યાસ દંડ છે, આ દૃષ્ટિવિપર્યાસ નિમિત્તે સાવદ્ય કર્મ બંધાય છે.
આ રીતે પાંચમું દંડ સમાદાન દૃષ્ટિવિપર્યાસ પ્રત્યયિક કહ્યું.

Linked texts (2)