Suyagada 658
Sūyagaḍa: ṭīkānusārī vivecana 658
- Language
- Gujarati
658
વિવેચન :–૬૫૬
હવે આઠમું ક્રિયાસ્થાન ‘આધ્યાત્મિક’ - અંતઃકરણમાં ઉદ્ભવેલ, તે કહે છે. જેમકે - કોઈ પુરૂષ ચિંતામાં ડૂબેલો હોય, તેને કોઈ વિસંવાદ પરિભાવથી કે અસદ્ભૂતને પ્રગટ કરવા વડે [અપમાન કે જૂઠાં કલંક વડે] ચિત્તમાં દુઃખ ઉત્પન્ન કરાવનાર નથી. તો પણ તે પોતે જ [નિષ્કારણ દુઃખી થાય છે] નીચ વર્ણના [તિરસ્કૃત્] માફક દીન રાંક માફક હીન, દુશ્ચિત્તતાથી દુષ્ટ, દુર્મન અસ્વસ્થતાથી મનના વિચારો વડે હણાયેલ તથા ચિંતારૂપ શોકનો સાગર તેમાં ડૂબેલો અથવા ચિંતા-શોક, તે જ સાગરમાં પ્રવેશેલ છે, તેની અવસ્થા કેવી થાય છે? તે દર્શાવે છે–
હથેળીમાં મુખ રાખીને હંમેશાં ઉદાસ બેઠેલો, આર્ત્તધ્યાનને વશ થઈને, સારો વિવેક છોડીને, ધર્મધ્યાનથી દૂર વર્તતો, કોઈ કારણ વિના જ રાગ-દ્વેષાદિ દ્વન્દ્વને વશ થઈને ચિંતાગ્રસ્ત રહે છે. તે જ ચિંતાશોક સાગરમાં ડૂબેલો અંતર આત્મામાં ઉદ્ભવેલ મન સંબંધી સંશય વિનાના ચાર સ્થાનો થાય છે તે કહે છે - X - જેમકે - ક્રોધ સ્થાન, માન સ્થાન, માયા સ્થાન, લોભ સ્થાન. તે ચારે-ક્રોધ, માન, માયા, લોભ અવશ્ય આત્માની સાથે સંબંધ ધરાવે છે, માટે આધ્યાત્મિક છે. એ હોય ત્યારે જ મન દુષ્ટ થાય છે. તે દુષ્ટ મનથી ક્રોધ-માન-માયા-લોભવત્ તથા મનની સમાધિ હણાતા અધ્યાત્મ નિમિત્ત સાવદ્યકર્મ બંધાય છે.
આ આઠમું ક્રિયાસ્થાન આધ્યાત્મિક કહ્યું.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati