Pramāṇa · Search · About · API

Suyagada 657

Sūyagaḍa: ṭīkānusārī vivecana 657

Language
Gujarati

657

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૫૬ :– [૨/૨/–/૬૫૬]
હવે આઠમું ક્રિયાસ્થાન અધ્યાત્મ પ્રત્યયિક કહે છે. જેમ કે કોઈ પુરૂષ વિષાદનું કોઈ બાહ્ય કારણ ન હોવા છતાં સ્વયં હીન, દીન, દુઃખી, દુર્મનસ્‌ બની મનમાં જ ન કરવા યોગ્ય વિચારો કરે, ચિંતા અને શોકના સાગરમાં ડૂબી જાય, હથેળી પર મુખ રાખી, ભૂમિ પર દૃષ્ટિ રાખી, આર્ત્તધ્યાન કરતો રહે છે. નિશ્ચયથી તેના હૃદયમાં ચાર સ્થાનો સ્થિત છે. જેમકે - ક્રોધ, માન, માયા, લોભ. આ ક્રોધ, માન, માયા, લોભ એ આધ્યાત્મિક ભાવો છે. તેને અધ્યાત્મ પ્રત્યયિક સાવદ્યકર્મનો બંધ થાય છે.
આઠમાં ક્રિયાસ્થાનમાં અધ્યાત્મ પ્રત્યયિક કહ્યું.

Linked texts (1)