Suyagada 663
Sūyagaḍa: ṭīkānusārī vivecana 663
- Language
- Gujarati
663
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૫૯ :– [૨/૨/–/૬૫૯]
હવે અગિયારમું ક્રિયાસ્થાન માયા પ્રત્યયિક કહે છે. [કેટલાંક માણસો] જે આવા હોય છે - ગૂઢ આચારવાળા, અંધારામાં ક્રિયા કરનાર, ઘૂવડની પાંખ જેવા હલકા હોવા છતાં, પોતાને પર્વત સમાન ભારે સમજે છે. તેઓ આર્ય હોવા છતાં અનાર્યભાષાનો પ્રયોગ કરે છે તેઓ અન્ય રૂપમાં હોવા છતાં પોતાને અન્યથા માને છે. એક વાત પૂછો તો બીજી વાત બતાવે છે, જે બોલવાનું હોય તેનાથી વિરૂદ્ધ બોલે છે.
જેમ કોઈ પુરૂષ પોતાને લાગેલ કાંટો-અંતઃશલ્ય સ્વયં બહાર ન કાઢે, ન બીજા પાસે કઢાવે, ન તે શલ્યને નષ્ટ કરાવે, પણ તેને છૂપાવે. તેથી પીડાઈને અંદર જ વેદના ભોગવે, તે પ્રમાણે માયાવી માયા કરીને તેની આલોચના ન કરે, પ્રતિક્રમણ ન કરે, નિંદા ન કરે, ગર્હા ન કરે, તેને દૂર ન કરે, વિશુદ્ધિ ન કરે, ફરી ન કરવા ઉદ્યત ન થાય, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત ન સ્વીકારે.
આ રીતે માયાવી આ લોકમાં અવિશ્વાસ્ય થાય, પરલોકમાં પુનઃ પુનઃ જન્મ-મરણ કરે છે. તે બીજાની નિંદા અને ગર્હા કરે છે, સ્વપ્રશંસા કરે છે, દુષ્કર્મ કરે છે, તેનાથી નિવૃત્ત થતો નથી, પ્રાણીઓને દંડ દઈને છૂપાવે છે આવો માયાવી શુભ લેશ્યાને અંગીકાર કરતો નથી. એ રીતે તે માયાપ્રત્યયિક સાવદ્ય કર્મનો બંધ કરે છે.
આ અગિયારમું માયા પ્રત્યયિક સ્થાન છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit