Suyagada 672
Sūyagaḍa: ṭīkānusārī vivecana 672
- Language
- Gujarati
672
વિવેચન :–૬૬૩
ગૃહસ્થોમાં જે જીવહિંસક છે તેમાંનો કોઈ એક કદાચ નિર્દય હોય, તે આ લોકના સુખની અપેક્ષાથી, પરલોકના દુઃખને વિસરીને કર્મને વશ બની ભોગની લિપ્સાથી સંસારના સ્વભાવને અનુવર્તીને કે પોતાના માટે હવે કહેવાશે તે ચૌદ અસદ્ અનુષ્ઠાનોને આદરે તથા સ્વજનોને નિમિત્તે, ઘરના સંસ્કરણ માટે કે કુટુંબ અથવા પરિવારના નિમિત્તે, દાસ-દાસી-નોકર આદિને માટે કે પરિચિત્તોને ઉદ્દેશીને તથા સહવાસીને માટે હવે કહેવાનાર પાપ કે અકૃત્યો કરે, તેને દર્શાવવા માટે કહે છે - X -.
[૧] કોઈ જતો હોય, તેને અનુસરે, તે અનુગામુક છે. તે અકાર્યના ભાવથી વિવક્ષિત સ્થાન, કાળ આદિ અપેક્ષાથી વિરૂપ કર્તવ્ય કરવાને માટે તેની પાછળ જાય છે.
[૨] તેનું બગાડવાનો અવસર શોધવા ઉપચરક થાય છે. અર્થાત્ લાગ જોઈન તેનો બદલો લઈ શકે.
[૩] અથવા સામે આવતો જોઈને શત્રુનો બદલો લે.
[૪] અથવા સગાવહાલા માટે સંધિનો છેદ કરે - ઈત્યાદિ - X - X –
ચૌદે સ્થાનોને સંક્ષિપ્તમાં [સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ] જાણવા.
[૧] કોઈ એક માણસ પોતાના કે બીજાના માટે કોઈ અન્ય ગામે જતો હોય, તે કોઈ બીજા જાણે ત્યારે તેની પાછળ જવા માટે મિત્રભાવ કરીને તક મળે તો ઠગવાનો ઉપાય જોતો પાછળ ચાલે, અભ્યુત્થાન-વિનયાદિ પણ સાચવે. અવસર મળતાં તે પુરૂષને દંડ વડે હણે, ખડ્ગાદિથી હાથ-પગ છેદે, મુઠ્ઠી મારીન ભેદે, માથાના વાળ આદિ ખેંચીને કદર્થના કરે, ચાબૂકાદિના પ્રહારોથી દુઃખ ઉપજાવે તથા જીવિતને પણ હરી લે. એવું કરીને આજીવિકા ચલાવે તેના સાર એ કે - કોઈ ધનવાનને બીજે ગામ જતો જોઈને કોઈ ગળું કાપનાર તે ધનિકને વિશ્વાસ પમાડીને ભોગનો અર્થી બની, મોહાંધ થઈ, આલોકના સુખને જ માનનારો આવા અપકૃત્ય થકી આહારાદિ ભોગ ભોગવે છે. તે મહા પાપકૃત્યો - ક્રૂર કર્માનુષ્ઠાન કરીને, તીવ્ર અનુભાવથી, દીર્ઘસ્થિતિક કર્મો બાંધીને પોતાને મહાપાપીરૂપે લોકમાં પ્રખ્યાત કરે છે. અથવા આઠ પ્રકારના કર્મો વડે આત્માને બાંધે છે. પછી તેના વિપાકથી પામેલી અવસ્થા વિશેષથી લોકમાં ભમતા નારક-તિર્યંચાદિરૂપે ખ્યાત બને.
[૨] કોઈક કંઈક અકર્તવ્ય કરવા માટે બીજાનો સેવક બનીને તે ધનિકને ઠગવાને માટે ઉપચરક [સેવક] ભાવ ધારણ કરે, પછી તેનો વિવિધ રીતે વિનય કરીને રહે, તેને વિશ્વાસમાં પાડી તેનું ધન લેવા તેને હણે, ભેદે યાવત્ મારી નાંખે, એ રીતે તે ઘણાં પાપકર્મથ ખ્યાતિ પામે.
[૩] ત્રીજો કોઈ માર્ગમાં સામે આવીને પ્રાતિપથિક ભાવને ધારણ કરીને બીજાના ધનને માટે - X - માર્ગમાં રહીને તે ધનિકને વિશ્વાસ પમાડી તેને હણીને, છેદીને, યાવત્ મારીને, પોતાને મહાપાપીરૂપે ઓળખાવે છે
[૪] ચોથો કોઈ વિરૂપ કર્મ વડે જીવિતાર્થી બની ખાતર પાડવાને આવા ઉપાયોથી હું કાતર મારીશ એવી પ્રતિજ્ઞા કરીને તે ધંધો કરે છે. આ સંધિ છેદક પ્રાણીઓને હણીને યાવત્ પ્રાણ લઈ પોતાની આજીવિકા ચલાવે છે. ઉપલક્ષણથી બીજા કામભોગોને પોતે ભોગવે છે, બીજા સ્વજનાદિને પાળે છે. એ રીતે આ પુરૂષ મહાપાપ કર્મ વડે પોતાને પ્રખ્યાત કરે છે.
[૫] કોઈ અકાર્ય કર્તા - X - ગ્રંથિ છેદક ભાવ સ્વીકારી, બાકી પૂર્વવત્.
[૬] કોઈ અધર્મ પ્રવૃત્તિવાળો ઘેટા પાળનાર બની તેના ઉન કે માંસથી આજીવિકા કરે છે - X - સ્વમાંસપુષ્ટિ અર્થે ત્રસાદિ પ્રાણીને મારે છે. બાકી પૂર્વવત્.
[૭] હવે સૌકરિક પદની વ્યાખ્યા સ્વબુદ્ધિથી કરવી. સૌકરિક - ચાંડાલ.
[૮] કોઈ ક્ષુદ્રસત્વ વાગુરિકભાવને સ્વીકારીને વાઘરી હરણ કે બીજા કોઈ ત્રસ પ્રાણીને - X - સ્વજનાદિ અર્થે મારે છે. - X - શેષ પૂર્વવત્.
[૯] કોઈ અધમ ઉપાયજીવી શકુન, લાવક આદિથી પેટ ભરે છે. શિકારી તે ભાવ સ્વીકારી, માંસાદિ માટે પક્ષી આદિને હણે છે. બાકી - X - પૂર્વવત્.
[૧૦] કોઈ અધમાધમ માત્સ્યિકભાવ સ્વીકારીને મત્સ્ય કે જલચર પ્રાણીને હણવા આદિ ક્રિયા કરે છે. શેષ પૂર્વવત્.
[૧૧] કોઈ ગોવાળ બનીને કોઈ કોઈ ગાયને જુદા પાડી હનનાદિ કરે છે.
[૧૨] કોઈ ક્રૂર કર્મકારી ગોઘાતક બનીને ગાય કે ત્રસ પ્રાણીને મારે છે.
[૧૩] કોઈ જઘન્ય કર્મકારી શિકારી કૂતરા પાળીને - X - તેના વડે મૃગસૂકર આદિ ત્રસ પ્રાણીનું હનન-આદિ કરે છે. શેષ પૂર્વવત્.
[૧૪] કોઈ અનાર્ય, અવિવેકી કૂતરા વડે નિભાવ કરે છે તે શૌવનિક. તે ઘાતકી કૂતરા વડે - X - કોઈ મનુષ્ય, અભ્યાગત, મૃગાદિ ત્રસ પ્રાણીને હણે છે - X - X - X - એ રીતે મહા ક્રૂર કર્મકારી, મહાપાપી બની પોતાને ઓળખાવે છે. પાપવૃત્તિથી આજીવિકા કરનારને કહ્યા. હવે તેનો અભ્યુપગમ–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati