Suyagada 682
Sūyagaḍa: ṭīkānusārī vivecana 682
- Language
- Gujarati
682
વિવેચન :–૬૬૮
તે સીમંતક વગેરે નરકો બહુલતાએ મધ્યમાં ગોળાકાર, બહારથી ચોખંડા, નીચે અસ્તરા આકારે રહેલા છે. આ સંસ્થાન પુષ્પાવકીર્ણને આશ્રીને કહ્યા, કેમકે તે ઘણી સંખ્યામાં છે, આવલિકામાં રહેતા નરક સ્થાનો ગોળ, ત્રિકોણ અને ચોખુણીયા છે. તે સ્થાનો નિત્ય ગાઢ અંધકાર વાળા છે અથવા ધુમ્મસથી ભરેલા અંધારાવાળા સ્થાન છે. જેમ વરસાદી વાદળાથી વ્યાપ્ત આકાશ અંધારીયું હોય, કૃષ્ણ પક્ષની રાત્રિ હોય તેમ અહીં અંધકાર વ્યાપ્ત હોય છે. વળી ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની જ્યોતિનો અભાવ હોય છે.
ફરી પણ અનિષ્ટ સ્થિતિ બતાવે છે - દુષ્કૃત કર્મકારી તે નરકો ઉત્પન્ન દુઃખથી આવા પ્રકારના થાય છે - જેમકે - મેદ, ચરબી, માંસ, લોહી, રસીના સમૂહથી લિપ્ત, સડેલા શરીરથી ગંધાતા લાગે તેવા બિભત્સ દેખાવ યુક્ત તળીયાવાળી, વિષ્ઠા-પેશાબ આદિ અશુચિથી ભરેલી, સર્વત્ર સડેલા-કોહવાયેલા ગંધાતા માંસ જેવા કાદવથી લિપ્ત, શિયાળના કોહવાયેલા કલેવરથી અસહ્ય દુર્ગંધયુક્ત તથા રૂપથી અગ્નિના કાળા ધૂમાડાની આભાવાળી સ્પર્શથી વજ્રકંટક કરતા અધિક કઠિન સ્પર્શવાળી, ત્યાં નારકો ઘણું જ દુઃખ સહન કરે છે - કેમ? - પાંચે ઈન્દ્રિયોના અશુભ વિષયોથી.
ત્યાં અશુભકર્મ કરનારા જીવો ઉગ્ર દંડ અને વજ્ર જેવી પ્રચૂર અને તીવ્ર અતીવ દુઃસહ શારીરિક વેદના ભોગવે છે. આ વેદનાથી અભિભૂત તે નારકો નરકમાં આંખ ફરકે એટલો કાળ પણ નિદ્રા લઈ શકતા નથી કે બેઠા હોય ઈત્યાદિ અવસ્થામાં પણ તેટલી નિદ્રા પામતા નથી. આવી વેદનાને કારણે - ઉત્કટ, વિપુલ આદિ - વેદનાથી ક્ષણવાર સુખ ન પામે.
અહીં લોઢાના કે પાષાણના ગોળાનું દૃષ્ટાંત આપી જલ્દીથી જીવ નીચે નરકમાં જાય તે બતાવ્યું છે. હવે તે માટે બીજું દૃષ્ટાંત આપે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati