Suyagada 690
Sūyagaḍa: ṭīkānusārī vivecana 690
- Language
- Gujarati
690
વિવેચન :–૬૭૨
આ પ્રમાણએ સંક્ષેપથી કહેતા-સમ્યગ્ ગ્રહણ કરતાં બધાં ધર્મ-અધર્મ બે સ્થાનમાં સમાઈ જાય છે. કેમ કે જે ઉપશાંત સ્થાન તે ધર્મપક્ષ સ્થાન છે અને અનુપશાંત સ્થાન તે અધર્મ પક્ષસ્થાન છે. તેમાં જે અધર્મપક્ષ પ્રથમ સ્થાન છે, તેમાં ૩૬૩-વાદીઓ છે, તેમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. તેને સામાન્યથી દર્શાવે છે - ક્રિયા-જ્ઞાનાદિરહિત એકલી ક્રિયાથી સ્વર્ગ તથા મોક્ષ મળે તેમ કહેનારા તે ક્રિયાવાદી. તે ફક્ત દીક્ષાથી મોક્ષ મળે છે, તેમ કહે છે, તેના ઘણાં જ ભેદો છે. તથા અક્રિયાવાદી કહે છે - ક્રિયા વિના જ પરલોક સાધી શકાય છે. અજ્ઞાનવાદી કહે છે - અજ્ઞાન જ શ્રેષ્ઠ છે. વિનયવાદી કહે છે - વિનય જ પરલોક સાધવા માટેનું પ્રધાન કારણ છે.
અહીં સર્વત્ર છઠ્ઠી બહુવચનથી એવું જણાવે છે કે - ક્રિયાવાદીના ૧૮૦-ભેદ, અક્રિયાવાદીના-૮૪, અજ્ઞાનીના-૬૭, વિનયવાદીના-૩૨ ભેદ છે. તેમાં આ બધાં મૂળ ઉત્પાદકો તથા તેમના શિષ્યો બોલવામાં વાચાળ હોવાથી વાદી કહ્યા છે. તેઓનું ભેદ સંખ્યાદિ જ્ઞાન આચારાંગથી જાણવું.
તે બધાંએ જૈનધર્મ માફક મોક્ષ માનેલ છે. બાકીના રાગ-દ્વેષાદિ દ્વન્દ્વ શાંત થવાથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શના સ્વભાવથી દૂર પરમાર્થ સ્થાન ‘બ્રહ્મપદ’ નામક અબાધારૂપ પરમાનંદ સુખ સ્વરૂપ કહ્યું છે-તથા તે વાદીઓ પણ સંસારબંધનથી છૂટવા રૂપ મોક્ષને માને છે. નિરૂપાધિરૂપ કાર્યને નિર્વાણ કહે છે. તેનાથી મોક્ષનું કારણ ઉપાધિક કહ્યું.
હવે જેઓ આત્મા નથી માનતા, જ્ઞાનસંતતિવાદી છે, સંસારના નિબંધનરૂપ કર્મસંતતિના અભાવે મોક્ષનો વિચ્છેદ થાય છે, તો પણ તેઓ માને છે કે ઉપાદાન કારણના ક્ષયથી અને નવું ન ઉત્પન્ન થતાં સંતતિ છેદ થાય તે જ મોક્ષ છે. જેમ તેલ વાટને પહોંચે ત્યાં સુધી દીવો બળે, પણ તેના અભાવે દીવો બુઝાય તેમ નિર્વાણ છે. તેઓ કહે છે - જ્ઞાનસંતાન કે ક્ષણ પરંપરાને કંઈ થતું નથી. ફક્ત ન થવું એ મોક્ષ છે. જૈનાચાર્ય કહે છે - તેમનું આમ કહેવું એ મહામોહોદય છે-
કર્મ છે, તેનું ફળ છે, પણ તે કર્મના કર્તા કે ભોક્તાને માનતા નથી. આ રીતે આત્મા ન માનવા છતાં સંસાર અને મોક્ષને માને છે આ તેમની બુદ્ધિનું કેવું અંધપણું છે? સાંખ્યમતવાળા કહે છે પ્રકૃતિના વિકારનો વિયોગ તે જ મોક્ષ છે. ઈત્યાદિ - X - X -
આ પ્રમાણે નૈયાયિક, વૈશેષિકાદિ સંસારનો અભાવ ઈચ્છવા છતાં મુક્ત થતાં નથી કેમકે તેઓ સમ્યગ્દર્શનાદિને માનતા નથી. [અહીં તેમના મત સંબંધી શંકા-સમાધાન વૃત્તિમાં આપેલા છે, પણ તે અમારું કાર્યક્ષેત્ર ન હોવાથી નોંધ્યા નથી, માત્ર ‘મોક્ષ’ની માન્યતા એ પ્રસ્તુત ટીકાનો વિષય હોવાથી તેને નોંધેલ છે.]
આ રીતે - X - નૈયાયિક, વૈશેષિક, - X - શાક્યો - X - સાંખ્યો - X - વૈદિકો - X - આદિ - X - અહિંસાને મોક્ષના મુખ્ય અંગપણે માનતા નથી, તે વાત હવે ખુલાસાથી કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati