Suyagada 694
Sūyagaḍa: ṭīkānusārī vivecana 694
- Language
- Gujarati
694
વિવેચન :–૬૭૪
આ બાર ક્રિયાસ્થાનોમાં અનુપશમરૂપ - અધર્મપક્ષ ગણેલ છે. તેથી તેમાં વર્તતા જીવો પૂર્વકાળે સિદ્ધ થયા નથી, વર્તમાનમાં થતા નથી અને ભાવિમાં થશે નહીં. તથા બોધ પામ્યા નથી, પામતા નથી - પામશે નહીં, મુક્ત થયા નથી - થતા નથી - થશે નહીં, નિર્વાણ પામ્યા નથી - પામતા નથી - પામશે નહીં, દુઃખોનો અંત કર્યો નથી - કરતા નથી - કરશે નહીં.
હવે તેરમું ક્રિયાસ્થાન ‘ધર્મપક્ષ’ કહે છે.
આ તેરમાં ક્રિયાસ્થાનમાં વર્તા જીવો મોક્ષે ગયા છે - જાય છે - જશે યાવત્ સર્વ દુઃખોનો અંત કર્યો છે - કરે છે - કરશે. જે ભિક્ષુ પૌંડરીક અધ્યયનમાં કહ્યો છે તે બાર ક્રિયાસ્થાન વર્જક, અધર્મપક્ષ-અનુપશમનો ત્યાગી, ધર્મપક્ષે સ્થિતઆત્મા વડે કે આત્માથી ઉપશાંત થયેલો તે. જે બીજા અપાયોથી આત્માને રક્ષે છે તે આત્માર્થી-આત્મવાન્ કહેવાય છે.
અહિત આચારવાળા, ચોર આદિ આત્મવંત થતા નથી જે આ લોક પરલોકના અપાયોથી ડરે છે તે આત્મહિત કર્તા છે. જેનો આત્મા ગુપ્ત છે તે અર્થાત્ સ્વયં જ તે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે છે. આત્મયોગી તે આત્માના કુશલ મનપ્રવૃત્તિરૂપ છે - X - સદા ધર્મધ્યાને સ્થિત છે. તથા જે આત્માને પાપથી, દુર્ગતિગમનાદિથી જે રક્ષે તે આત્મરક્ષિત. દુર્ગતિગમન હેતુ છોડનાર - સાવદ્યાનુષ્ઠાનથી નિવૃત્ત. આત્મા દ્વારા જ અનર્થ પરિહાર વડે અનુકંપા કરે - શુભ અનુષ્ઠાન વડે સદ્ગતિમાં જનારો, આત્માને સમ્યગ્દર્શનાદિ અનુષ્ઠાન વડે સંસારરૂપ કેદમાંથી છોડાવે છે. તથા આત્માને અનર્થભૂત બાર ક્રિયાસ્થાનો થકી દૂર રહે અથવા આત્માને સર્વ અપાયોથી દૂર રાખે - સર્વે અનર્થોથી નિવૃત્ત થાય. આ ગુણો મહાપુરૂષોમાં સંભવે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati