Suyagada 710
Sūyagaḍa: ṭīkānusārī vivecana 710
- Language
- Gujarati
710
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૮૭ :– [૨/૩/–/૬૮૭] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
હવે પછી કહે છે કે આ લોકમાં કેટલાંક જીવો-પૃથ્વીયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક મૂળ યાવત્ બીજોમાં, વૃક્ષ યોનિક અધ્યારૂહમાં, અધ્યારૂહયોનિક અધ્યારૂહોમાં, અધ્યારૂહયોનિક મૂલ યાવત્ બીજોમાં, પૃથ્વીયોનિક તૃણોમાં, તૃણયોનિક તૃણોમાં તૃણયોનિક મૂલ યાવત્ બીજોમાં, એ રીતે ઔષધિના અને હરિતના ત્રણ-ત્રણ આલાવા છે.
પૃથ્વીયોનિક આય, કાય યાવત્ ક્રૂરમાં, ઉદક યોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક મૂલ યાવત્ બીજોમાં, એ રીતે અધ્યારૂહના, તૃણના, ઔષધિના, હરિતના ત્રણ-ત્રણ આલાવા છે. ઉદકયોનિક ઉદક-અવક યાવત્ પુષ્કરાક્ષિભગોમાં ત્રસ-પ્રાણરૂપે ઉત્પન્ન થાય છે.
તે જીવો તે પૃથ્વી-ઉદક-વૃક્ષ-અધ્યારૂહ-તૃણ-ઔષધિ અને હરિતયોનિક વૃક્ષોમાં વૃક્ષ, અધ્યારૂહ, તૃણ, ઔષધિ, હરિત, મૂલ, યાવત્ બીજ, આય-કાય યાવત્ ક્રૂર, ઉદક-અવક યાવત્ પુષ્કરાક્ષિભગ વનસ્પતિના રસનો આહાર કરે છે, તે જીવો પૃથ્વી આદિના શરીરનો આહર કરે છે, યાવત્ બીજા પણ તે મૂલ-કંદ યાવત્ બીજ યોનિક, આય-કાય યાવત્ ક્રૂરયોનિક, ઉદક-અવક યાવત્ પુષ્કરાક્ષિભગ યોનિક ત્રસજીવોના નાના વર્ણાદિ શરીર યાવત્ [તીર્થંકરે] વર્ણવેલા છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati