Pramāṇa · Search · About · API

Suyagada 709

Sūyagaḍa: ṭīkānusārī vivecana 709

Language
Gujarati

709

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૮૬ :– [૨/૩/–/૬૮૬] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
હવે તીર્થંકરશ્રી કહે છે - આ જગત્‌માં કેટલાંક જીવો પૃથ્વીયોનિક, પૃથ્વીમાં સ્થિત, પૃથ્વીમાં વૃદ્ધિ પામે છે. યાવત્‌ કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થાય છે. તે વિવિધ યોનિક પૃથ્વીમાં આય-વાય-કાય-કૂહણ-કંદુક-ઉપેહણી-નિર્વેહણી-સચ્છત્ર-છત્રગત-વાસણિક અને ક્રૂર નામક વનસ્પતિરૂપે ઉત્પન્ન થાય છે.
તે જીવો તે વિવિધ યોનિક પૃથ્વીના રસનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી આદિ શરીરનો આહાર કરે છે. યાવત્‌ બીજા પણ તે પૃથ્વીયોનિક આય યાવત્‌ ક્રૂર વનસ્પતિ શરીર જે નાના વર્ણવાળા યાવત્‌ કહ્યા છે. આ એક જ આલાવો છે, બીજા ત્રણ નથી.
હવે એવું કહે છે. કેટલાંક જીવો ઉદકયોનિક, ઉદક સ્થિત યાવત્‌ કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થઈને વિવિધયોનિક ઉદકમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધયોનિક ઉદકના રસનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી આદિ શરીરનો આહાર કરે છે યાવત્‌ બીજા પણ તે ઉદકયોનિક વૃક્ષ શરીરો વિવિધ વર્ણના યાવત્‌ કહ્યા છે.
જેમ પૃથ્વીયોનિક વૃક્ષના ચાર ભેદ છે તેમ અધ્યારૂહના, તૃણના, ઔષધિના, હરિતના પ્રત્યેકના ચાર-ચાર આલાપકો કહેવા.
હવે કહે છે કે - કેટલાંક જીવો ઉદકયોનિક, ઉદકસ્થિત યાવત્‌ કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થઈને વિવિધયોનિક ઉદકમાં ઉદક-અવક-પનગ-સેવાળ-કલંબુક-હડ-કસેરુગ-કચ્છભાણિતક-ઉત્પલ-પદ્મ-કુમુદ-નલિન-સુભગ-સૌગંધિક-પૌંડરીક-મહાપૌંડરીક-શતપત્ર-સહસ્ર પાત્ર-કલ્હાર-કોંકણક-અરવિંદ-તામરસ-ભિસ-મુણાલ-પુષ્કર-પુષ્કરાક્ષિભગરૂપે ઉત્પન્ન થાય છે.
તે જીવો ત્યાં વિવિધયોનિક ઉદકના રસનો આહાર કરે છે, તે જીવો પૃથ્વી આદિ શરીરનો આહાર કરે છે યાવત્‌ બીજા પણ તે ઉદકયોનિક ઉદક-યાવત્‌ પુષ્કરાક્ષિભગ વિવિધ વર્ણાદિ શરીર યાવત્‌ કહ્યા છે.

Linked texts (2)