Suyagada 717
Sūyagaḍa: ṭīkānusārī vivecana 717
- Language
- Gujarati
717
વિવેચન :–૬૯૦
હવે આ પ્રમાણે કહે છે - આ સંસારમાં તેવા કર્મના ઉદયથી કેટલાંક વિવિધયોનિક જીવો પોતાના કર્મોના કારણે તે ઉત્પત્તિસ્થાનમાં આવીને અનેકવિધ ત્રસ-સ્થાવર સચિત્ત, અચિત્ત શરીરોમાં બીજા શરીરના આશ્રિત થઈને ઉત્પન્ન થાય છે. તે જીવો વિકલેન્દ્રિય છે, સચિત્તમાં મનુષ્ય આદિ શરીરોમાં જૂ, લીખ આદિ રૂપે ઉત્પન્ન થાય છે, તથા મનુષ્ય દ્વારા વપરાતા પલંગ આદિમાં માંકડ આદિ થાય છે અને અચિત્તમાં મનુષ્યાદિના મડદામાં અથવા વિકલેન્દ્રિયના શરીરોમાં તે જીવો પરનિશ્રાથી કૃમિ આદિરૂપે ઉત્પન્ન થાય છે. વળી કેટલાંક અગ્નિકાયાદિ સચિત્તમાં ‘મૂષિક’ આદિ રૂપે થાય છે. ‘જ્યાં અગ્નિ ત્યાં વાયુ’ એટલે તે વાયુમાં પણ ઉત્પન્ન સમજવા–
– તથા પૃથ્વીને આશ્રયે વર્ષાઋતુમાં ગરમીથી સંસ્વેદ થકી કુંથુઆ, કીડી આદિ થાય છે. પાણીમાં પોરા, ડોલ્લાણક, ભ્રમરિકા, છેદનક આદિ ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં ભ્રમર આદિ જન્મે છે. ઉક્ત સર્વે જીવો તે સ્વ-યોનિ શરીરનો આહાર કરે છે, તેમ કહ્યું છે.
હવે પંચેન્દ્રિયના મળ-મૂત્રમાં ઉપજતા જીવો બતાવે છે - પૂર્વોક્ત રીતે સચિત્ત, અચિત્ત શરીર નિશ્રાએ વિકલેન્દ્રિયો ઉપજે છે તથા તે મળ, મૂત્ર, ઉલટી આદિમાં બીજા જંતુઓ જન્મે છે, તે કૃમ્યાદિ વિરૂપ હોવાથી ‘દુરૂપ’ કહ્યા છે. તેવા કર્મોથી ત્યાં ઉપજે છે. તેમાં વિષ્ઠાદિમાં ઉત્પન્ન થનારા કે થતા જીવો શરીરમાંથી નીકળે કે ત્યાં જ રહે, તેઓ પોતાના સ્થાનમાં વિષ્ઠાદિનો આહાર કરે છે. બાકી પૂર્વવત્ જાણવું.
હવે સચિત્ત શરીર આશ્રિત જીવોને બતાવે છે - જેમ મૂત્ર, વિષ્ઠાદિમાં જીવો ઉપજે છે તેમ તિર્યંચોના શરીરમાં ચર્મકીટકપણે જીવો ઉપજે છે. એવું કહેવા માંગે છે કે - જીવાતા ગાય, ભેંસાદિના ચામડીમાં સંમૂર્ચ્છિમ જીવો થાય છે, તે ત્યાં જ માંસ, ચામડાનું ભક્ષણ કરે છે. ચામડામાં કાણાં પાડે છે, તેમાંથી નીકળતા લોહીને તેમાં જ રહીને પીએ છે. તથા અચિત્ત [મૃત] ગાય આદિના શરીરમાં પણ [કીડા પડે છે] સચિત્ત-અચિત્ત વનસ્પતિ શરીરમાં પણ ધુણ-કીટકો ઉત્પન્ન થાય છે. તે ત્યાં તેના શરીરનો આહાર કરે છે.
હવે અપ્કાયને બતાવવા તેના કારણભૂત વાયુને પણ બતાવે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati