Pramāṇa · Search · About · API

Suyagada 718

Sūyagaḍa: ṭīkānusārī vivecana 718

Language
Gujarati

718

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૯૧ :– [૨/૩/–/૬૯૧]
હવે પછી કહે છે - આ જગત્‌માં કેટલાંક અનેકવિધ યોનિક જીવો યાવત્‌ કર્મના નિમિત્તથી ત્યાં ઉત્પન્ન થાય છે. તે ત્રસ-સ્થાવર પ્રાણીના સચિત્ત કે અચિત્ત શરીરોમાં, અપ્કાય રૂપે ઉત્પન્ન થાય છે. તે શરીર વાયુથી બનેલ, વાયુથી સંગ્રહિત કે વાયુથી પરિગ્રહિત હોય છે. તે વાયુ ઉર્ધ્વવાયુ હોય તો ઉર્ધ્વભાગી, અધોવાયુ હોય તો અધોભાગી અને તિર્છોવાયુ તિર્છો જાય છે. તે અપ્કાય જીવો આ પ્રમાણે છે - ઓસ, હિમ, ધુમ્મસ, કરા, હરતણુ અને શુદ્ધોદક. તે જીવો ત્યાં અનેકવિધ ત્રસ-સ્થાવર પ્રાણીના રસનો આહાર કરે છે, પૃથ્વી આદિ શરીર પણ ખાય છે. યાવત્‌ આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
હવે બતાવે છે કે - આ જગત્‌માં કેટલાંક જીવો ઉદકયોનિક, ઉદક સ્થિત યાવત્‌ કર્મના કારણે ત્યાં ત્રસ-સ્થાવર યોનિકોના ઉદકમાં ઉદકપણે [જળરૂપે] ઉત્પન્ન થાય છે. તે જીવો તે ત્રસ-સ્થાવર યોનિકના ઉદકની ચીકાશને ખાય છે. તે જીવો પૃથ્વી આદિ શરીરોને ખાય છે યાવત્‌ સ્વરૂપે પરિણમાવે છે.
તે ત્રસ સ્થાવરયોનિક ઉદકોના અનેક વર્ણાદિ બીજા શરીર પણ હોય છે - એમ તીર્થંકરોએ કહ્યું છે.
હવે બતાવે છે કે - આ જગત્‌માં કેટલાંક ઉદકયોનિક જીવો - યાવત્‌ - કર્મના પ્રભાવથી ઉદકયોનિક ઉદકમાં ઉદકપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે ઉદકયોનિક ઉદકના રસનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી શરીરનો આહાર કરે છે યાવત્‌ બીજા પણ ઉદકયોનિક ઉદક વિવધવર્ણી શરીરવાળા હોય છે. તેમ કહ્યું છે.
હવે બતાવે છે કે - આ જગત્‌માં ઉદકયોનિક જીવો યાવત્‌ કર્મના કારણે તેમાં જન્મે છે. ઉદકયોનિક ઉદકમાં ત્રસ-જીવરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો ઉદકયોનિક ઉદકની ચીકાશનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી આદિ શરીર ખાય છે. યાવત્‌ બીજા પણ ઉદક યોનિક ત્રસ જીવો વિવિધવર્ણી શરીરવાળા હોય છે. તેમ કહ્યું છે.

Linked texts (1)