Pramāṇa · Search · About · API

Suyagada 737

Sūyagaḍa: ṭīkānusārī vivecana 737

Language
Gujarati

737

વિવેચન :–૭૦૪
[વાદી પૂછે છે] અમારે શું કરવું? કઈ રીતે સંયત, વિરત, પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા જીવ થાય? સંયતને જ વિરતિના સદ્‌ભાવથી સાવદ્યક્રિયા નિવૃત્તિ અને કરેલા કર્મના સંચયનો અભાવ થાય છે અને તેથી નારકાદિ ગતિ અભાવ થાય છે
આવું પૂછ્યું ત્યારે આચાર્ય કહે છે - તે સંયમના સદ્‌ભાવે છકાય જીવને ભગવંતે હેતુરૂપે જણાવ્યા છે. જેમ પ્રત્યાખ્યાનરહિત છકાય જીવો સંસાર ગતિના મુખ્ય કારણરૂપ કહ્યા, તેમ તેના પ્રત્યાખ્યાન કરનારને તે મોક્ષના હેતુરૂપ થાય.
કહ્યું છે કે - જે જેટલા હેતુઓ સંસારના છે, તે તેટલાં જ હેતુ મોક્ષના છે. ગણનાથી - X - બંને તુલ્ય છે ઈત્યાદિ.
એવું કહે છે કે - જેમ આપણને કોઈ દંડાદિથી મારે તો દુઃખ થાય છે, તેમ બધાં પ્રાણીને આપણી જેમ જ દુઃખ થાય માટે હિંસાથી અટકવું.
આ ધર્મ-સર્વઅપાયમાં રક્ષણરૂપ; ધ્રુવ-અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર સ્વભાવ; નિત્ય-પરિણામથી અનિત્યતા પામે છતાં સ્વરૂપથી ચ્યવતો નથી તથા સૂર્યના ઉગવા માફક શાશ્વત; બીજા દ્વારા અસ્ખલિત, યુક્તિથી સિદ્ધ છે. આવો ધર્મ સમજીને ચૌદ રાજલોકને જાણતાં સર્વજ્ઞોએ કહ્યો છે.
આ રીતે તે ભિક્ષુ સર્વ આશ્રવ દ્વારોથી નિવૃત્ત થઈ, દંત પ્રક્ષાલનાદિ ક્રિયા ન કરતા, સાવદ્યક્રિયાના અભાવથી અક્રિય છે, અક્રિયાથી પ્રાણીઓનો અવ્યાપદક [ન હણનાર] યાવત્‌ એકાંત પંડિત થાય છે. - X –

Linked texts (2)