Suyagada 736
Sūyagaḍa: ṭīkānusārī vivecana 736
- Language
- Gujarati
736
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૦૪ :– [૨/૪/–/૭૦૪]
પ્રેરક [પ્રશ્નકર્તા] કહે છે - મનુષ્ય શું કરતા-કરાવતા સંયત, વિરત, પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કરનારા થાય છે? આચાર્યએ કહ્યું કે –
તે માટે ભગવંતે પૃથ્વીકાયથી ત્રસકાય પર્યન્ત છ જીવનિકાયને કારણરૂપ કહ્યા છે. જેમ કોઈ વ્યક્તિ દ્વારા દંડ-અસ્થિ-મુષ્ટિ-ઢેફા-ઠીકરા આદિથી મને કોઈ તાડન કરે યાવત્ પીડિત કરે યાવત્ મારું એક રુંવાડું પણ ખેંચે તો મને હિંસાજનિત દુઃખ અને ભય અનુભવું છું.
એ રીતે તું જાણ કે સર્વે પ્રાણી યાવત્ સર્વે સત્વો દંડ યાવત્ ઠીકરા વડે મારીને, તર્જના કે તાડના કરીને યાવત્ રૂંવાડું પણ ઉખેડતા હિંસાકારી દુઃખ અને ભયને અનુભવે છે.
એમ જાણીને સર્વે પ્રાણી યાવત્ સર્વે સત્વોને ન હણવા યાવત્ ન પીડવા. આ ધર્મ જ ધ્રુવ-નિત્ય-શાશ્વત છે. તથા લોકસ્વભાવ સમ્યક્પણે જાણીને ખેદજ્ઞ તીર્થંકરે પ્રતિપાદિત કર્યો છે.
આ રીતે તે ભિક્ષુ પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય પર્યન્ત વિરત થાય,
તે દાંત સાફ ન કરે, અંજન ન આંજે, વમન ન કરે, વસ્ત્રાદિને ધૂપિત ન કરે. તે ભિક્ષુ અક્રિય, અહિંસક, અક્રોધી યાવત્ અલોભી, ઉપશાંત અને પરિનિવૃત્ત થાય.
આવા [પ્રત્યાખ્યાની] ને ભગવંતે સંયત, વિરત, પાપકર્મોના નાશક અને પ્રત્યાખ્યાન કર્તા, અક્રિય, સંવૃત્ત, એકાંત પંડિત થાય, તેમ કહ્યું છે. તેમ હું કહું છું.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit