Suyagada 751
Sūyagaḍa: ṭīkānusārī vivecana 751
- Language
- Gujarati
751
વિવેચન :–૭૧૪, ૭૧૫
ગત સૂત્રમાં આહાર કહ્યો, તે શરીર હોય તો થાય. આ શરીર પાંચ પ્રકારે છે - ઔદારિક આદિ. તેમાં ભેદ કે અભેદ બતાવવા પૂર્વ પક્ષ કહે છે. બધાં લોકોને પ્રત્યક્ષ દેખાતું, ઉદાર પુદ્ગલોથી નીપજેલ તે ઔદારિક અથવા નિઃસાર હોવાથી ઉરાલ છે. તે તિર્યંચ અને મનુષ્યોને હોય છે. તથા ચૌદપૂર્વી કદી સંશય પડતા આહૃત કરે તે આહારક. તેના ગ્રહણથી વૈક્રિય પણ જાણી લેવું. એ જ રીતે કાર્મણ અને તૈજસ પણ લેવુ. ઔદારિકાદિ પાંચે સાથે રહેતા હોવાથી કોઈને શંકા થાય કે આ શરીરો એકમેક છે કે તદ્દન ભિન્ન છે? તે કહે છે–
- X - આ શરીરો સમાન છે કે તદ્દન ભિન્ન છે, તેવી એકાંત માન્યતા ન કરવી. - X - જો આપણે એકાંત અભેદ માનીએ તો આ ઔદારિક શરીર ઉદાર પુદ્ગલોનું બનેલું અને કર્મથી બનેલું તે કાર્મણ જે આ સંસારભ્રમણના કારણરૂપ છે. તેજસ્ દ્રવ્યોથી બનેલું તે તૈજસ જે આહાર પચાવવા કે તૈજસલબ્ધિ નિમિત્તક છે એવી ભેદસંજ્ઞાથી કાર્ય ન થાય, આવું જાણીને કોઈ કહે કે તે તદ્દન ભિન્ન છે - તો તે અયુક્ત છે. તેમ હંમેશાં સાથે જ હોય તેવું પણ નથી. આવી વ્યવસ્થા હોવાથી બધાં શરીરો કોઈ અંશે અભેદ છે અને સંજ્ઞા ભેદથી ભેદ છે.
આ રીતે ઔદારિકાદી શરીરોના ભેદ-અભેદ બતાવીને હવે બધાં દ્રવ્યોના ભેદ-અભેદ બતાવવા - X - કહે છે. ‘બધું બધે છે.’ એમ સાંખ્ય મતના અભિપ્રાયથી સત્વ-રજસ્-તમોરૂપ પ્રધાનના એકત્વથી અને બધાનું કારણ માની બધું બધામાં એકરૂપ છે, એ પ્રમાણે વ્યવસ્થા માનતાં ઘટ-પટ આદિમાં વ્યક્ત શક્તિ છે - X - ઈત્યાદિ માન છે. [વાદોને અમારા આ કાર્યક્ષેત્રથી બાકાત રાખેલા છે, તેથી જિજ્ઞાસુઓએ મૂળવૃત્તિ જોવી - સમજવી.] સાંખ્યોની આ વાત ન માનવી, તેનું કારણ બતાવે છે–
સાંખ્યોના અભિપ્રાય મુજબ બધું બધાના એકરૂપે છે. ઈત્યાદિ કહેવું અયુક્ત છે. કેમકે સુખ-દુઃખ, જીવિત-મરણ, દૂર-નજીક, સૂક્ષ્મ-બાદર, સુરૂપ-કુરૂપ આદિ સંસાર વૈચિત્ર્ય આંખ સામે દેખાય છે. આ બધાંને તમે પણ ખોટું કહી શકશો નહીં. મિથ્યા છે તેમ પણ નહીં કહેવાય. જો એમ માનશો તો દેખાતાનો નાશ અને ન દેખાતાની કલ્પના કરવાનો દોષ આવશે. વળી બધું એક માનતા સંસાર તથા મોક્ષના અભાવથી કરેલાં કૃત્યોનો નાશ અને ન કરેલાંની પ્રાપ્તિ બળજબરીથી માનવી પડે છે. માટે તમારી કલ્પના મુજબ સત્વ, રજસ્ અને તમસ્ની સામ્ય અવસ્થા આદિ સર્વે - X - વચનો અયુક્ત છે. - X - X -.
- X - આચાર્ય કહે છે - X - જો સર્વથા કારણમાં કાર્ય છે, તો તૈયાર થયેલા ઘડાના ઉત્પાદનની પેઠે કારણમાં કાર્ય સિદ્ધિ થાય, પરંતુ - X - ઘડાના કારણરૂપ માટીના પિંડમાં ઘી કે પાણી ભરાતું નથી. કેમકે કર્મગુણનો વ્યપદેશ થતો નથી, માટે કારણમાં કાર્ય નથી. [ઈત્યાદિ અનેક દલીલો વૃત્તિકારે નોંધી છે, જિજ્ઞાસુઓએ કોઈ તજ્જ્ઞ પાસે સમજવું, માત્ર અનુવાદથી હેતુ સિદ્ધ થશે નહીં.] સર્વે પદાર્થોમાં સત્વ, જ્ઞેયત્વ, પ્રમેયત્વ આદિ ધર્મો વડે કોઈ અંશે એકત્વ છે, તેમ પ્રતિનિયત પદાર્થના કાર્યપણે જે અર્થ ક્રિયાકારી તે જ પરમાર્થથી સત્ છે, માટે કથંચિત્ ભેદ છે. તેથી સામાન્ય-વિશેષાત્મક વસ્તુ છે, એમ નક્કી થયું.
આના દ્વારા સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ એ બે ભંગ વડે બાકી ભાંગા પણ જાણવા, તેથી સર્વ વસ્તુ સપ્તભંગી વાળી છે. તે કહે છે - સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અપેક્ષાએ કિંચિત્ છે, પર દ્રવ્યાદિ અપેક્ષાએ કિંચિત્ નથી. - X - X - X - ઈત્યાદિ સપ્તભંગી [વૃત્તિમાં જોવી.]
આ રીતે સામાન્યથી સર્વ વસ્તુનો ભેદ-અભેદ બતાવીને હવે સર્વ શૂન્યવાદી મતનું ખંડન કરીને લોક-અલોકનો વિભાગ પાડીને અસ્તિત્વ બતાવવા કહે છે - અથવા સર્વત્ર વીર્ય છે અથવા સર્વત્ર વીર્ય નથી. વીર્ય શબ્દથી સામાન્યથી વસ્તુનું અસ્તિત્વ કહ્યું. - X - X - પણ સર્વત્ર અસ્તિ એવી સંજ્ઞા ન ધારવી, તેમ સર્વત્ર નાસ્તિ એવી સંજ્ઞા પણ ન ધારવી. આવું કહીને સામાન્ય વસ્તુનું અસ્તિત્વ સાધ્યું. હવે તે જ વસ્તુનું કિંચિત્ વિશેષિતત્વથી લોકાલોક સ્વરૂપથી અસ્તિત્વ સાધવા માટે સૂત્રકાર કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati