Suyagada 753
Sūyagaḍa: ṭīkānusārī vivecana 753
- Language
- Gujarati
753
વિવેચન :–૭૧૬, ૭૧૭
[૭૧૬] ચૌદરાજ પ્રમાણ અથવા ધર્મ-અધર્મ-આકાશાદિ પંચાસ્તિકાયરૂપ તે લોક. આ લોક નથી એવી સંજ્ઞા ન રાખે. આકાશાસ્તિકાય માત્ર આકાશ છે, તે વિદ્યમાન નથી, તેવી સંજ્ઞા ન રાખે. આ લોકાલોકના અભાવને બતાવવા [વાદી] કહે છે-આ વસ્તુ દેખાય છે તે અવયવ દ્વારથી કે અવયવી દ્વારથી દેખાય છે? જો અવયવ દ્વારા દેખાય છે તેમ કહો તો તેમાં સૂક્ષ્મ પરમાણુઓ દેખાવાનો અસંભવ છે - X - X - તેમ અવયવી દ્વારા પણ દેખાય નહીં, કેમકે વિકલ્પમાન અવયવીનો જ અભાવ છે ઈત્યાદિ - X - X - આ બધું માયા, સ્વપ્નાદિ જેવું લોકાલોકનું સ્વરૂપ છે. - X - X - વસ્તુનો અભાવ થવાથી લોકાલોકનો અભાવ સિદ્ધ થશે.
[જૈનાચાર્ય કહે છે-] આવું ખોટું તત્ત્વ ન માનીશ. કેમકે લોક છે. તે ઉર્ધ્વ-અધો-તિર્છારૂપે વૈશાખ સ્થાનમાં સ્થિત કેડે બે બાજુ હાથ રાખીને ઉભેલા પુરૂષ જેવો છે અથવા પંચાસ્તિકાય રૂપ છે તેથી વિરુદ્ધ અલોક પણ છે. જો અલોક ન માનીએ તો લોકની વ્યવસ્થા સિદ્ધ ન થાય. જો વાદીના મત મુજબ બધું જ નથી, તો તેમાં નિષેધ કરનાર પણ નથી, તો પછી નિષેધના અભાવમાં વસ્તુ સિદ્ધ થશે - X -.
જો તમે બધાં પદાર્થનો અભાવ માનો છો, તો યુક્તિનો અભાવ થતાં તમારી વાત અયુક્તિવાળી થશે. જો તમે યુક્તિ સાચી માનો તો તે યુક્તિ જ અમારું તત્ત્વ છે. તે સિદ્ધ થતાં બધું સત્ થશે ઈત્યાદિ. - X - જૈન મત મુજબ એકાંતથી ન અવયવ છે, ન એકાંતથી અવયવી. અહીં સ્યાદ્વાદ્ મત સ્વીકારવાથી તમારો વિકલ્પ દોષ દૂર થશે. તેથી કંઈ અંશે લોક છે, તેમ કંઈ અંશે અલોક પણ છે.
[૭૧૭] એ રીતે લોક-અલોકનું અસ્તિત્વ સિદ્ધ કરીને હવે તેમાં વિશેષરૂપે જીવ-અજીવનું અસ્તિત્વ પ્રતિપાદન કરવા કહે છે - ઉપયોગ લક્ષણવાળા જીવ-સંસારી કે મુક્ત નથી, ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-કાળ તે અનુક્રમે ગતિ-સ્થિતિ-અવગાહદાન-છાયા આ તપ આદિ - વર્તના લક્ષણ વિદ્યમાન નથી, એવી ખોટી કલ્પના ન કરે.
કુવાદી નાસ્તિત્વને આ પ્રમાણે સિદ્ધ કરે છે, જીવો અરૂપી હોવાથી પ્રત્યક્ષ દેખાતા નથી, પણ કાયારૂપે પરિણત પાંચ ભૂતો જ દોડવું, કૂદવું આદિ ક્રિયા કરે છે. તથા આત્મા અદ્વૈતમત મુજબ પુરૂષ તે જ આત્મા સર્વગત છે. - X - જીવ નથી તેમ અજીવ પણ નથી. એક જ આત્મા સર્વે ચેતન-અચેતન શું, કારણરૂપ છે.
- જૈનાચાર્ય કહે છે - આવી કોઈ વાત માનવી નહીં. પણ જીવ છે. આ સર્વના સુખ-દુઃખો વગેરેના નિબંધન રૂપ છે, હું પીડાઉં છું વગેરે બોલતા સંભળાય છે. એ જીવથી જુદા ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ વગેરે વિદ્યમાન છે, પ્રત્યક્ષ પ્રમાણથી તેના ગુણો અનુભવાય છે.
[જૈનાચાર્ય ભૂતવાદીને પૂછે છે-] તમારાં માનેલા પાંચ ભૂતો નિત્ય છે કે અનિત્ય? જો નિત્ય હોય તો - X - કાયાકારે પરિણમે નહીં. પૂર્વે ચૈતન્યથી તેનો સદ્ભાવ માનો તો નિત્યત્વની હાનિ થશે. હવે જો અનિત્ય માનો તો પૂછીએ કે તે ચૈતન્ય અવિદ્યમાન હોય ત્યારે ચૈતન્ય ઉત્પન્ન થાય કે વિદ્યમાન હોય ત્યારે. જો વિદ્યમાન માને તો જીવતત્વ સિદ્ધ થશે, જો અવિદ્યમાન માનો તો તમારો મત જૂઠો પડશે.
આ રીતે આત્મા અદ્વૈતવાદીને પૂછવું કે જો પુરૂષ એ જ બધું છે, તો ઘડા આદિમાં જીવતત્વ કેમ નથી દેખાતું? - X - X -
એ રીતે એકાંતથી જીવ-અજીવનો અભાવ નથી. સર્વે પદાર્થોમાં સ્યાદ્વાદનો આશ્રય લેવાથી જીવ છે તે જીવ થશે અને પુદ્ગલ અપેક્ષાએ અજીવ પણ થશે. ઈત્યાદિ - X - X - જાણવું.
જીવનું અસ્તિત્વ સિદ્ધ કરીને તેમાં રહેલ સત્-અસત્ ક્રિયાદ્વારે ધર્મ-અધર્મનું અસ્તિત્વ કહે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati