Suyagada 761
Sūyagaḍa: ṭīkānusārī vivecana 761
- Language
- Gujarati
761
વિવેચન :–૭૨૪ થી ૭૨૬
[૭૨૪] પોતાને કે બીજાને જે અપ્રીતિ થાય તે ક્રોધ. તેના ચાર ભેદ છે - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન. એ રીતે માન અર્થાત્ ગર્વના આવા ચાર ભેદ છે. આ ક્રોધ-માન નથી તેવું ન માને.
કેટલાંક એવું માને છે કે માનનો અંશ એ જ ‘અભિમાન’ તેનાથી ઘેરાયેલાનું અપમાન થતાં ક્રોધનો ઉદય થાય છે. ક્ષપક શ્રેણિમાં ક્રોધનો અલગ ક્ષય દેખાડેલ નથી.
વળી તે વાદી પૂછે છે કે - આ ક્રોધ આત્માનો ધર્મ છે કે કર્મનો? જો આત્મધર્મ માનો તો સિદ્ધોને પણ ક્રોધોદય થશે. જો કર્મનો ધર્મ માનો તો અન્ય કષાયના ઉદયે પણ તેનો ઉદય પ્રસંગ આવશે, કર્મ મૂર્ત હોય તો ઘડા માફક તેનો આકાર દેખાવો જોઈએ. જો બીજાનો ધર્મ માનો તો તે કશું કરી શકે નહીં, માટે ક્રોધ નથી. એ રીતે માનનો અભાવ પણ જાણવો,
[જૈનાચાર્ય કહે છે] આવું ન માનવું. કારણ - કષાય કર્મોદયવર્તી જીવ હોઠ પીસતો, ભ્રુકુટી ચડાવતો, લાલચોળ મુખ, પરસેવો ટપકતો ક્રોધથી બળતો દેખાય છે. આ ચિન્હો માનનો અંશ નથી, તે માનનું કાર્ય કરતો નથી. બીજાના નિમિત્તે ઉઠેલ છે. વળી આ ધર્મ જીવ તથા કર્મનો સાથે છે. બંનેનો ભેગો માનતા જુદા જુદા માનવાના દોષ ન આવે. સંસારી જીવો કર્મથી જુદા ન થઈ શકે. -X- ક્રોધ આત્મા અને કર્મ ભેગા માનતાં સિદ્ધ થાય. એ રીતે માન પણ છે.
[૭૨૫] હવે માયા-લોભનું અસ્તિત્વ બતાવે છે - અહીં પણ ક્રોધ અને માન માફક - X - લોભ અને માયાનું અસ્તિત્વ બતાવવું.
[૭૨૬] હવે આ ક્રોધાદિનું ટૂંકમાં અસ્તિત્વ બતાવે છે - પ્રીતિ તે પ્રેમ, પુત્ર, પત્ની, ધન, ધાન્યાદિ પોતાના હોય, તેના ઉપર રાગ થવો અને તેનાથી વિરુદ્ધ પોતાની વસ્તુના ઘાતક પ્રતિ અપ્રીતિ તે દ્વેષ.
કેટલાંક માને છે - આ બંને નથી. માયા અને લોભ બે અવયવો છે, તેના સમુદાયરૂપ ‘રાગ’ અવયવી નથી. તેમ ક્રોધ-માન છે, પણ તેના સમુદાયરૂપ ‘દ્વેષ’ અવયવી નથી. જો અવયવોથી અવયવી અભિન્ન હોય તો તે સિદ્ધ ન થાય. જો ભિન્ન માનો તો ઘટ-પટ માફક જુદો દેખાવો જોઈએ.
[જૈનાચાર્ય કહે છે-] ઉક્ત અભિપ્રાય ન માનવો. અવયવ-અવયવી બંનેમાં કથંચિત્ ભેદ માનવાથી ભેદાભેદરૂપ ત્રીજા પક્ષના આશ્રયથી પ્રત્યેક પક્ષ આશ્રિત દોષ નહીં લાગે. તેથી પ્રેમ-દ્વેષ છે, તેવું માનવું.
હવે કષાય સદ્ભાવ સિદ્ધ થતાં સંસારનો સદ્ભાવ કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati